Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

બાર્બાડોસની મહિલા પ્રધાનમંત્રી મિઆ અમોર મોટલેએ પીએમ મોદીની ઉદારતા પર આફરીન

મોટલોએ લખ્યું - પીએમ મોદીએ પોતે વેક્સીન લેતા પહેલા બારબાડોસના 40 હજાર લોકો અને દુનિયાના લાખો લોકો માટે એ સુનિશ્ચિત કર્યું કે તેઓ વેક્સીન મૈત્રી દ્વારા કોરોનાની રસી લે

નવી દિલ્હી : દુનિયાભરના દેશોને કોરોનાને વેક્સીન મૈત્રી અભિયાન અંતર્ગત લાખો ડોઝ મફતમાં આપ્યા બાદ જ પોતે કોરોનાની રસી લગાવવા બદલ પીએમ મોદીની દુનિયાભરમાં ભારોભાર પ્રસંશા થઈ રહી છે. કેરેબિયન દેશ બાર્બાડોસની પ્રધાનમંત્રી મિઆ અમોર મોટલેએ તો પીએમ મોદીની ઉદારતા પર આફરીન થઈ ગયા છે. તેમને જાતે ટ્વિટ કરીને પ્રધાનમંત્રી મોદીના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી છે.

પીએમ મોટલોએ લખ્યું હતું કે - પીએમ મોદીએ પોતે વેક્સીન લેતા પહેલા બારબાડોસના 40 હજાર લોકો અને દુનિયાના લાખો લોકો માટે એ સુનિશ્ચિત કર્યું કે તેઓ વેક્સીન મૈત્રી દ્વારા કોરોનાની રસી લે. આ ખરેખર પીએમ મોદીની ઉદારતાના વાસ્તવિક દર્શન છે.ખુબ ખુબ આભાર અને હું તમારા તંદુરસ્ત સ્વાસ્થ્યની પ્રર્થના કરૂ છું.

પીએમ મોદીએ ગત સોમવારે રાજધાની દિલ્હીના AIIMSમાં કોરોનાની વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. તેઓ વહેલી સવારે હોસ્પિટલ પહોંચ્યા હતાં અને કોરોનાની રસી લગાવડાવી હતી.

વેક્સીન લીધા બાદ પીએમ મોદીએ તમામ લોકોને ભારતને કોરોના મુક્ત બનાવવાના અભિયાનમાં સાથ આપવાની અપીલ કરી હતી. પીએમ મોદીને ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોનાની વેક્સીન Covaxin આપવામાં આવી હતી. આ વેક્સીનને ગત મહિને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી Covishieldની સાથો સાથ જ ઈમરજન્સી યૂઝની મંજુરી આપી દેવામાં આવી હતી

 પીએમ મોદીએ Covaxinનો ડોઝ લઈને માત્ર વેક્સીનને લઈને ઉભી થઈ રહેલી આશંકાઓને દુર નહોતી કરી પણ એક જ તીરે અનેક નિશાન સાધ્યા હતાં. ભારતમાં 16 જાન્યુઆરીએ કોરોના વાયરસ ટીકાકરન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

(11:44 pm IST)