Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

વોશિંગ્ટનની પ્રતિષ્ઠિત થિંક ટેંક ફ્રિડમ હાઉસનો રિપોર્ટ ભાજપે નકાર્યો : કહ્યું- ભારત વિરોધી એજન્ડાનો હિસ્સો

પશ્ચિમ દેશોની શક્તિઓને ભારત એક મહાશક્તિના રૂપમાં ઉભુ થવું હજમ થઈ રહ્યું નથી.

વોશિંગ્ટન સ્થિત પ્રતિષ્ઠિત થિંક ટેંક ફ્રિડમ હાઉસે પોતાના 2021ના રિપોર્ટમાં ભારતના ફ્રિડમ સ્કોરને ઘટાડી દીધું છે. આ રિપોર્ટમાં ભારતનો દરજ્જો પાછલા વર્ષના “ફ્રિ” એટલે સ્વતંત્રથી “પોર્ટલ ફ્રિ” એટલે આંશિક રૂપથી સ્વતંત્ર કરી દેવામાં આવ્યો છે. ઈન્ટરનેટ ફ્રિડમ સ્કોરના આધાર પર ભારતને આંશિક રૂપથી સ્વતંત્રનો દરજ્જો આપવામાં આવ્યો છે.

ફ્રિડમ હાઉસ દ્વારા રજૂ કરવામાં આવેલા આ વૈશ્વિક રિપોર્ટનું નામ ફ્રિડમ ઈન ધ વર્લ્ડ 2021 છે. ફ્રિડમ ઈન ધ વર્લ્ડ એક વાર્ષિક વૈશ્વિક રિપોર્ટ છે, જેમાં દુનિયાભરના દેશોમાં રાજકીય અને નાગરિક સ્વતંત્રતાનું આકલન કરવામાં આવે છે.

તે ઉપરાંત આમાં કેટલાક પસંદગીની જગ્યાઓને માનવીય અને રાજકીય સ્વતંત્રતાના અનેક માપદંડોના આધાર પર ચકાસવામાં આવે છે. બધા માપદંડોના આધારે આ રિપોર્ટમાં દેશોને સ્કોર આપવામાં આવે છે.

 

ભારત અંગે સંસ્થાએ કહ્યું છે કે ભારતમાં બહુપક્ષી લોકશાહી છે, તે છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની હિન્દૂ રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની સરકારે ભેદભાવવાળી નીતિઓ અને મુસ્લિમ આબાદીને પ્રભાવિત કરનારી હિંસાની આગેવાની કરી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતનું બંધારણ નાગરિક સ્વતંત્રતાની ગેરંટી આપે છે, જેમાં અભિવ્યક્તિની આઝાદી અને ધાર્મિક આઝાદી સામેલ છે. પરંતુ પત્રકારો, ગેર-સરકારી સંગઠનો અને સરકારની ટીકા કરનારા અન્ય લોકોને પરેશાન કરવાની ઘટનાઓમાં મોદી શાસનમાં વધારે વધારો થયો છે.”

સંઘ વિચારક અને બીજેપીને રાજ્યસભા સાંસદ પ્રો. રાકેશ સિન્હા આ રિપોર્ટ પર પોતાની પ્રતિક્રિયામાં કહે છે, “આ સામ્રાજ્યયવાદી હાથકંડો છે. દેશમાં ભૌગોલિક સામ્રાજ્યવાદ ચાલી ગયો છે, પરંતુ વૈચારિક સામ્રાજ્યવાદી ચાલું છે.”

પ્રો. સિન્હા કહે છે, ભારતમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી લોકો બધી જ સ્વતંત્રતા સાથે સરકારની નીતિઓની ન્યાયપાલિકાની ટીકા કરી શકી રહ્યાં છે. પરંતુ, પશ્ચિમની એક શક્તિ છે જે ભારતને પોતાના ઢંગથી પરિભાષિત કરવા ઈચ્છે છે. તેથી રિપોર્ટ બધી જ રીતે ભારત વિરોધી એજન્ડાનો એક હિસ્સો છે. તેમની દ્રષ્ટિ કેટલી સંકૂચિત છે, તેનાથી ખબર પડે છે કે, પ્રતિદિવસ ભારતના સેકન્ડો ટીવી ચેનલો પર સ્વતંત્ર ડિબેટ થાય છે. સમાચારો ઉપર કોઈ જ નિયંત્રણ નથી. સોશિયલ મીડિયા પર બધી જ છૂટ છે. આ આઝાદી નથી તો બીજું શું છે.”

જોકે, માનવાધિકાર કાર્યકર્તા કહે છે કે, ફ્રિડમ હાઉસનો રિપોર્ટ એવો પ્રથમ રિપોર્ટ નથી, જેમાં ભારતનું રેન્કિંગ નીચે આવ્યું છે. તેઓ કહે છે કે, પાછલા કેટલાક વર્ષોથી સતત અલગ-અલગ રિપોર્ટ્સમાં ભારતની રેન્કિંગમાં ઘટાડો આવી રહ્યો છે.

લેખક, પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા આકાર પટેલ કહે છે, “પાછલા 5-6 વર્ષથી સતત અનેક ઈન્ડેક્સમાં ભારતના રેન્કિંગમાં ઘટાડો આવી રહ્યો છે. તે પછી વર્લ્ડ બેંકની બે ઈન્ડેક્સ, વર્લ્ડ ઈકોનોમિક ફોરમની 2-3 ઈન્ડેક્સ, ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યૂનિટ, ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ સહિત 40 એવા ઈન્ડેક્સ છે, જ્યાં 2014થી ભારતની રેટિંગ નીચે આવી છે. આ એક ગવર્નન્સનો મુદ્દો છે. 2014થી પહેલા ભારતમાં જે ગવર્નન્સ હતું તે હવે નથી.”

તો રાકેશ સિન્હા કહે છે કે, આ પશ્ચિમી દેશોમાં રહેલા એક વર્ગની ભારતની છબિ ખરાબ કરવાનું સુઆયોજિત ષડયંત્ર છે. તેઓ કહે છે, “પશ્ચિમ દેશોની શક્તિઓને ભારત એક મહાશક્તિના રૂપમાં ઉભુ થવું હજમ થઈ રહ્યું નથી.”

જ્યારે ફ્રિડમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મુસ્લિમ, અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો હજું પણ આર્થિક અને સામાજિક રૂપથી હાંસિયા પર જ છે.

જોકે, પ્રો. સિન્હા કહે છે કે, “હું આ રિપોર્ટને અનાપ-શનાપ માનું છું. મોદી સરકારની એક પણ નીતિ એવી નથી જેમાં કોઈપણ ધર્મ અથવા જાતિ સાથે ભેદભાવ થયો છે. બધી જ નીતિઓ ગરીબો માટે છે. મુસ્લિમોનો દાવો છે કે, સૌથી ગરબી તેમના ધર્મમાં છે તો ઉજ્જવળા યોજના, જનધન યોજના, આયુષ્માન યોજનાઓના લાભ તેમના પાસે પોંહચ્યો છે.”

આ રિપોર્ટમાં ભારતના દેશદ્રોહના કાયદાઓના કથિત રીતે દુરપયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારની ટીકા કરનારાઓ પત્રકારો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને આ કાયદાઓનો નિશાન બનાવવામાં આવ્યા છે.

પ્રો. સિન્હા કહે છે, “ફ્રિડમ હાઉસે આના કેટલાક આંકડાઓ પણ આપવા જોઈતા હતા. તે જણાવે કે, 130 કરોડ લોકોમાંથી કેટલા પર દેશદ્રોહના આરોપ લગાવવામાં આવ્યા છે?”

આકાર પટેલ કહે છે, “દેશદ્રોહના મુદ્દા પર સુપ્રીમ કોર્ટ અનેક વખત કહી ચૂક્યું છે કે, જ્યાર સુધી કોઈ સ્પીચમાં હિંસા ભડકાવનાર વાત ના કરવામાં આવે તેને દેશદ્રોહ માની શકાય નહીં. પરંતુ સરકારો અને પોલીસ તેના પર અમલ કરતી નથી. પાછલા પાંચ વર્ષમાં દેશદ્રોહના કેસ વધ્યા છે. વર્ષો સુધી કેસ ચાલે છે અને તે પછી લોકોને છોડી દેવામાં આવે છે. તે સરકારી પૈસા અને સમયની બર્બાદી છે.”

ફ્રિડમ હાઉસના રિપોર્ટમાં નાગરિકતા કાનૂન (સીએએ)માં થયેલા ફેરફારોને ભેદભાવપૂર્ણ ગણાવવામાં આવ્યા છે અને કહ્યું છે કે, પાછલા વર્ષે ફેબ્રુઆરીમાં આ કાયદાના કારણે વિરોધ-પ્રદર્શનમાં હિંસા થઈ. જેમાં 50થી વધારે લોકો માર્યા ગયા જેમાં મોટાભાગના મુસ્લિમો છે.

રિપોર્ટમાં ભારતમાં કોરોના વાયરસ મહામારીને પહોંચીવળવા માટે પાછલા વર્ષે લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે પ્રવાસી મજૂરોને પડેલી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે, મોટાભાગે મુસલમાનોને વાયરસ ફેલાવવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

 

ફ્રિડમ હાઉસની ફ્રિડ મ ઈન ધ વર્લ્ડ 2021 રિપોર્ટમાં ભારતને આશિંક રૂપથી સ્વતંત્રનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે. જેમાં 100ના માપદંડ પર ભારતનો સ્કોર 67 નક્કી કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં ભારતને રાજકીય અધિકાર માટે 40 પોઇન્ટમાંથી 34 નંબર આપવામાં આવ્યા છે. જ્યારે ભારતને નાગરિક અધિકાર માટે 60માંથી 33 નંબર જ મળ્યા છે.

પાછલા વર્ષે ભારતનો સ્કોર 70 હતો અને તેની દરજ્જો ફ્રિ એટલે સ્વતંત્રનો હતો.

આવી જ રીતે ઈન્ટરનેટ આઝાદીને લઈને ભારતનો સ્કોર 51 રહ્યો અને તેમાં પણ ભારતને આંશિક રૂપથી સ્વતંત્રનો દરજ્જો આપવામાં આવ્યો છે.

કાશ્મીર પર ફ્રિડમ હાઉસના રિપોર્ટમાં “ભારતીય કાશ્મીર” પર એક અલગ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કાશ્મીરનો દરજ્જો પાછલા વર્ષની જેમ જ “સ્વતંત્ર નહીં” રાખવામાં આવ્યો છે. પાછલા વર્ષે આ સ્કોર હતો જે હવે ઘટીને 27 થઈ ગયો છે.

2013થી 2019 વચ્ચે ભારતીય પ્રશાસિત કાશ્મીરને આંશિક સ્વતંત્રનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

આ વર્ષના રિપોર્ટમાં કાશ્મીરમાં રાજકીય અધિકારોને 40માંથી 7 નંબર આપવામાં આવ્યા છે, જ્યારે નાગરિક અધિકારોમાં 60માંથી 20 નંબર મળ્યા છે.

આ વિષય પર ભારતનો સ્કોર 4માંથી 2 છે. ફ્રિડમ હાઉસે કહ્યું કે, મોદી સરકારે હેઠળ વર્તમાન વર્ષોમાં પ્રેસની આઝાદી પર હુમલાઓ નાટકીય રૂપથી વધ્યા છે.

પ્રો. સિન્હા કહે છે, તેમને બતાવવું જોઈએ કે, ક્યા સમાચાર પત્રના સંપાદકની ધરપકડ કરવામાં આવી છે, કયા સમાચાર પત્ર પર સેંસરશિપ લાગૂ કરવામાં આવ્યું છે. શું કોઈ સમાચાર પત્રના એડિટોરિયલને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે?

ફ્રિડમ હાઉસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મીડિયામાં વિરોધી સ્વરોને દબાવવા માટે અધિકારીઓએ સુરક્ષા, માનહાનિ, દેશદ્રોહ અને હેટ સ્પીડૃચ અને અદાલતની અવમાનનાના કાયદાઓનો ઉપયોગ કર્યો છે.

પ્રેસની આઝાદીના મુદ્દા પર પટેલ કહે છે, “નવી આઈટી એક્ટમાં સરકારી અધિકારીઓને મીડિયાને કંટ્રોલ કરવાની શક્તિ આપી દેવામાં આવી છે. બીજું, ભારતમાં સરકાર અને સરકારી કંપનીઓનું મીડિયાને વિજ્ઞાપન આપવાનો ખર્ચ એટલો મોટો છે કે, મીડિયા સરકારના દબાણમાં રહે છે. ભારતમાં મીડિયાને સ્વતંત્ર કહેવું ખુબ જ મુશ્કેલ છે.”

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને લોબીવાદીઓ (લોબીઈસ્ટ્સ) અને મોટા માધ્યમો અને માધ્યમોના માલિકો વચ્ચેના જોડાણના ઘટસ્ફોટથી લોકોનો પ્રેસ પરનો વિશ્વાસ ઓછો થયો છે.

 

ફ્રિડમ હાઉસે લોકોને તેમની ધાર્મિક શ્રદ્ધા વ્યક્ત કરવામાં જે આઝાદી મળે છે તેના આધારે ભારતને 4માંથી 2 નંબર આપ્યા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત સત્તાવાર રીતે ધર્મનિરપેક્ષ રાજ્ય હોવા છતાં, હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠનો અને કેટલાક માધ્યમોએ મુસ્લિમ વિરોધી વિચારોને પ્રોત્સાહન આપ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ નરેન્દ્ર મોદીની સરકાર ઉપર પણ લાગે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગાયો સાથે દૂર્વ્યવહાર અને ગોહત્યા માટે મુસ્લિમો પર હુમલાઓ કરવામાં આવે છે.

રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ મહામારીના સમયમાં દેશના મુસ્લિમો પર મોટા પ્રમાણમાં વાયરસને ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યા. આ આરોપોને લગાવનારાઓમાં સત્તાધારી પાર્ટીના અધિકારીઓ પણ સામેલ રહ્યાં છે.

પ્રો. સિન્હાએ કહ્યું કે, અમે આવા રિપોર્ટની ચિંતા કરતા નથી. અમે લોકશાહીને મજબૂત કરવા માટે કામ કરતાં રહીશું.

2021ના અંકમાં 195 દેશો અને 15 વિસ્તારોમાં 1 જાન્યુઆરી 2020થી લઈને 31 ડિસેમ્બર 2020 સુધી ઘટનાક્રમનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

(11:26 pm IST)