Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ચૂંટણી પૂર્વે પશ્ચિમ બંગાળના માલદા વિસ્તારમાંથી જમીનમાં દાટેલા બોંબનો જથ્થો મળી આવ્યો

કોલકાતા: આજે ગુરુવારે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના કાલીઆચલ વિસ્તારમાં જમીનની નીચે દાટેલ ૧૮ બોમ્બ મળી આવ્યા હતા, જેને પાછળથી બોમ્બ સ્કોડે નકામા કરી દીધા હતા.  એસઆઈ આલોક રાજૌરીયાએ આ માહિતી આપી હતી.  

વિધાનસભાની ચૂંટણી પશ્ચિમ બંગાળની તમામ 294 બેઠકો પર 27 માર્ચથી 29 એપ્રિલ સુધી આઠ તબક્કામાં યોજાવાની છે.


આ પૂર્વે ગયા મહિનાની 14 મી તારીખે પોલીસે માલદા જિલ્લામાં ત્રણ લોકોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી હથિયારો અને કારતુસો કબજે કરી હતી.  પોલીસ અધિકારી અને વિશેષ ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસની ટીમે એક બાતમીના આધારે આ  કાર્યવાહી હાથ ધરીને માણિકચક પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંકીરટોલા ખાતે રવિવારે દરોડો પાડ્યો હતો, એક  પિસ્તોલ અને 90 કારતુસ કબજે કરવામાં આવ્યા હતા.

(10:39 pm IST)