Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

એમેઝોન પ્રાઇમ વિડીયોની મુશ્કેલીમાં ફરી વધારોઃ મોડલ-અભિનેત્રી સાક્ષી મલીકે તેની તસ્વીરનો ખોટી રીતે ઉપયોગમાં લેવાતા બદનક્ષીનો કેસ

નવી દિલ્હી:તા:૪: સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અમેઝોન પ્રાઈમ વીડિયો  ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લેતી. તાંડવ વેબ સિરીઝને લઈને ઉઠેલા વિવાદ બાદ હવે વધુ એક વિવાદ ઊભો થયો છે. હવે બોમ્બે હાઈકોર્ટે અભિનેત્રી સાક્ષી મલિકની ફરિયાદ પર અમેઝોન પ્રાઈમ વીડિયોને ફટકાર  લગાવી છે. કોર્ટે અમેઝોન પ્રાઈમ વીડિયોને તેલુગુ ફિલ્મ વી (V) ને OTT પ્લેટફોર્મથી હટાવવાનો આદેશ આપ્યો છે. અભિનેત્રીનો દાવો છે કે તેની તસવીરને ફિલ્મમાં ખોટી રીતે ઉપયોગમાં લેવાઈ છે. આ માટે તેણે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. 

મોડલ-અભિનેત્રી સાક્ષી મલિકે વેન્કટેશ્વર ક્રિએશન્સ પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. સાક્ષીનું કહેવું છે કે ફિલ્મમાં તેની તસવીરનો ઉપયોગ મંજૂરી વગર કરાયો છે. સાક્ષીના વકીલ સુવીન બેદીએ કહ્યું કે ફિલ્મમાં સાક્ષીના ફોટાનો એસ્કોર્ટ તરીકે ઉપયોગ થયો છે. હાઈકોર્ટે આદેશ બહાર પાડીને કહ્યું કે મંજૂરી વગર કોઈની અંગત તસવીરનો ઉપયોગ પહેલી નજરે અસ્વીકાર્ય, ગેરકાયદેસર છે. 

જસ્ટિસ ગૌતમ પટેલે આ કેસના ચુકાદામાં કહ્યું કે આ ફોટાનો ગેરકાયદે ઉપયોગ કરવો સંપૂર્ણ રીતે ખોટું છે. ફોટાનું નિમ્નસ્તરે  ઉપયોગ વધુ ખરાબ છે. કોર્ટે ઓટીટી પ્લેટફોર્મ અમેઝોન ને 24 કલાકની અંદર ફિલ્મને હટાવવાનો આદેશ આપ્યો છે. કહેવાયું કે જ્યાં સુધી ફિલ્મથી ફોટો હટાવવામાં ન આવે ત્યાં સુધી તેને ઓટીટી પ્લેટફોર્મથી હટાવવાનું રહેશે. સાક્ષીના વકીલે પોતાનો પક્ષ રજુ કરતા કહ્યું કે અભિનેત્રીના સોશિયલ મીડિયા પર ઘણો ફેન ફોલોઈંગ છે. તે બોલીવુડ ફિલ્મોમાં પણ નજરમાં આવેલી છે. આવામાં તેની છબી પર ખરાબ અસર પડી શકે છે. અત્રે જણાવવાનું કે તેલુગુ ફિલ્મ વી (V) 5 સપ્ટેમ્બર 2020ના રોજ અમેઝોન પર રિલીઝ થઈ હતી. 

સાક્ષીનું કહેવું છે કે તેણે ઓગસ્ટ 2017માં પોતાનો એક પોર્ટફોલિયો શૂટ કરાવ્યો હતો. તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. તેમાંથી એક ફોટો વી (V) ના એક સીનમાં એસ્કોર્ટ વર્કર તરીકે દેખાડવામાં આવી. તેણે કહ્યું કે આ તેની પ્રાઈવસી પર હુમલો છે અને એસ્કોર્ટ તરીકે દેખાડવું અપમાનજનક છે. 

સાક્ષીની તસવીરના ઉપયોગ મુદ્દે નિર્માણ કંપનીએ  કહ્યું કે તેમણે આ તસવીર માટે એક એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ સાથે જ કહ્યું કે તેમને એવું લાગ્યું હતું કે એજન્સીએ પહેલેથી આ મંજૂરી લઈ રાખી છે. આ જવાબને કોર્ટે સ્વીકાર્યો નહી. કોર્ટે આ સાથે જ કહ્યું કે ફેરફાર કર્યા બાદ સાક્ષી અને તેના વકીલને બતાવવું પડશે. ત્યારબાદ જ અમેઝોન ફિલ્મને OTT પ્લેટફોર્મ પર રજુ કરી શકે છે. આ મામલે આગામી સુનાવણી 8 માર્ચે થવાની છે. 

(6:28 pm IST)
  • જે સીડી પર ચડીને જિંદગીના સૌથી ઉંચા મુકામ પર પહોંચ્યા છીએ શું તેને પાડી દેવી યોગ્ય છેઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે જી-૨૩ના નેતાઓને લખ્યો ખીલ્લો પત્ર : પૂછયું કે શું તેઓ પક્ષ બદલવાનો વિચાર કરે છે ? : ખુર્શીદે ઉકત નેતાઓને કહ્યું કે આપણે વર્તમાનમાં યોગ્ય સ્થાન શોધવાની બદલે તેના પર ચિંતન કરવું જોઈએ કે ઇતિહાસ એમને કેવી રીતે યાદ રાખશે access_time 1:21 pm IST

  • બ્રાઝિલ અને અમેરિકામાં ફરી કોરોના કેસોમાં ઉછાળો આવ્યો: ભારતમાં પણ અચાનક કેસો વધીને ૧૭ હજારને વટી ગયા: બ્રાઝિલમાં ૭૪ હજાર: યુએસએમાં ૬૬ હજાર: ફ્રાન્સ ૨૬ હજાર: ઈટાલી ૨૦ હજાર: ભારત ૧૭ હજાર નવા કેસ, ૮૯ નવા કેસ, ૧૪ હજાર સજા થાય, ગઈ રાત સુધીમાં ૧૫ હજાર નવા કેસ નોંધાયેલ: જર્મની અને રશિયા ૧૦ હજાર: ઇંગ્લેન્ડ ૬ હજાર, કેનેડા ૨૮૦૦: યુનાઇટેડ આરબ અમીરાત ૨૭૦૦, સાઉદી અરેબિયા ૩૩૧: જ્યારે ચીનમાં ૧૦ ઓસ્ટ્રેલિયા ૧૧ અને હોંગકોંગમાં ૧૪ નવા કોરોના કે આજ સવાર સુધીમાં નોંધાયા છે access_time 10:53 am IST

  • કેનેડાને મળી મેડ ઇન ઇન્ડિયા કોરોના રસી:વિદેશ પ્રધાને ટ્વિટ કર્યું: ભારતે કોવિડ -19 સામેની લડતમાં સહયોગ આપતા ભારત દ્વારા નિર્મિત કોરોના રસી કેનેડા અને લેસોથોને મોકલી : વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વિટ કર્યું હતું કે, 'ભારત-નિર્મિત રસી કેનેડામાં પહોંચી છે.' અન્ય એક ટ્વિટમાં વિદેશ પ્રધાને કહ્યું કે લેસોથોને પણ ભારત દ્વારા બનાવવામાં આવેલી રસી મળી access_time 12:21 am IST