Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ચૂંટણી પરીણામના દિવસે મમતા બેનરજીને એવો કરંટ લાગશે કે ખુરશીથી ર ફુટ ઉંચે ઉડી જશે-બસ આ કરંટ લગાવી દો પછી જોવો પશ્ચિમ બંગાળમાં વિકાસનો બલ્બ કેવો શરૂ થાય છેઃ નિતીન ગડકરીના ચાબખા

કોલકત્તાઃ તા:૪: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ને લઈને બધી પાર્ટીઓ એકબીજા પર હુમલો કરી રહી છે. આ ક્રમમાં કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર મોટો હુમલો કર્યો છે. એક રેલી દરમિયાન તેમણે કહ્યું કે, ચૂંટણી પરિણામના દિવસે સીએમ મમતા બેનર્જીને એવો કરંટ લાગશે કે તેઓ પોતાની ખુરશીથી બે ફૂટ ઉપર ઉઠી જશે. રેલીમાં આવેલા લોકોને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, બસ આ કરંટ લગાવી દો પછી જુઓ રાજ્યમાં વિકાસનો બલ્સ કેમ શરૂ થઈ જશે. 

બંગાળના જોયેપુરમાં રેલીને સંબોધિત કરતા મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ કે, 'મતદાનના દિવસે સવારે ઉઠો. તમારા ઈસ્ટ દેવને યાદ કરો. પોલિંગ બૂથ પર જાવ અને કમળનું બટન દબાવો. એવો કરંટ લાગશે કે મમતા બેનર્જી પોતાની ખુરશીથી બે ફૂટ ઉપર ઉઠી જશે. બસ આ કરંટ લગાવી દો પછી જુઓ રાજ્યમાં વિકાસનો બલ્બ કેમ સળગે છે.'

રેલી દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યું, '2 મેએ પરિવર્તન થશે. રાજ્યમાં કમળ જીતશે. ભારતીય જનતા પાર્ટીને બહુમત મળશે. ત્રણ મેએ અમારા નેતાની પસંદગી થશે. 4 મેએ ભાજપના મુખ્યમંત્રી શપથ લેશે. તેને કોઈ રોકી શકશે નહીં.'

કેન્દ્રીય મંત્રીએ કહ્યું, આ ચૂંટણી ભાજપ, ટીએમસી, કોંગ્રેસ, સીપીએમના ભવિષ્ય વિશે નથી અને ન પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, રાહુલ ગાંધી કે મમતા બેનર્જીના ભવિષ્ય વિશે. આ ચૂંટણી બંગાળના લોકોના ભવિષ્યને લઈને છે. અમે બંગળની છબી બગાડવા ઈચ્છીએ છીએ અને ભારતને વિશ્વમાં મહાશક્તિ બનાવવા ઈચ્છીએ છીએ.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી આઠ તબક્કામાં થવાની છે. આ વખતે પ્રથમ તબક્કા માટે 27 માર્ચ અને અંતિમ તબક્કા માટે મતદાન 29 એપ્રિલે થશે. મતગણના 2 મેએ થશે. 

(6:33 pm IST)