Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

કઢંગી હાલતમાં દીકરીને જોતા બાપે માથુ વાઢી પોલીસ સ્ટેશન લઇ ગયો

નફફટ થઇ કહયું હવે મને શાંતિ થઇ

લખનૌ, તા.૪: ઉત્તરપ્રદેશના હરદોઇમાં હૃદય કંપાવનારી દ્યટના સામે આવી છે. જયાં એક પિતાએ પોતાની સગી દીકરીનું માથું ધડથી અલગ કરી દીધું. એટલું જ નહીં શખ્સ પોતાની દીકરીનું કાપેલું માથું હાથમાં લટકતું લઇ પોલીસ સ્ટેશન પહોંચી ગયો. આ ખોફનાક મંજરને જોતા ચારેયબાજુ સનસનાટી મચી ગઇ છે. અધૂરામાં પૂરું પિતાએ પોલીસને સામે કબૂલતા કહે હાશ હવે મને શાંતિ થઇ*

પાંડેયપુરવા વિસ્તારમાં રહેતી ૧૮ વર્ષની નીલમના તેના પિતરાઇ ભાઇ સાથે પ્રેમ સંબંધ હતો. મંગળવારે બપોરે પિતા સર્વેશ તેની દીકરીને તેના પ્રેમી સાથે આપત્ત્િ।જનક સ્થિતિમાં જોઇ ગયો હતો. એ સમયે તો નીલમ ત્યાંથી ભાગી ગઇ હતી.

દીકરીની કરતૂતથી ગુસ્સે ભરાયેલા પિતાએ બુધવાર સાંજે દીકરી પર કુહાડીના ઘા ઝીંકયા અને તેનું ધડ માથાથી અલગ કરી દીધું. ત્યારબાદ માથુ હાથમાં લટકતું લઇ પોલીસ સ્ટેશન પહોંચી ગયો. કથિત રીતે માથું કાપ્યા બાદ આરોપી પિતાએ કહ્યું કે બે દિવસથી ખાધું-પીધું નથી. દીકરીનું માથું કાપ્યા બાદ હવે તેને શાંતિ થઇ.

સ્તબ્ધ કરનારી વાત તો એ છે કે ગ્રામ્યજનો આ તમાશો જોતા રહ્યા. પરંતુ કોઇની હિંમત નહોતી કે પોલીસને દ્યટનાની માહિતી આપે. રસ્તામાં રાહદારીઓએ માથું પકડેલું જોયું અને ખોફના કારણે કોઇ નજીક ના ગયું.

કહેવાય છે કે માથું વાઢેલું લઇ પોલીસ સ્ટેશન પહોંચેલા પિતાને જોઇ પોલીસ કર્મચારીઓ સ્તબ્ધ થઇ ગયા. ઘટનાની માહિતી મળતા જ એસપી અનુરાગ વત્સે કહ્યું કે આરોપી પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

એએસપી કપિલ દેવે કહ્યું કે પિતાની ધરપકડ કરી લેવાઇ છે. તેની પાસેથી દીકરીનું કાપેલું માથું કબ્જામાં લઇ લીધું. આ દરમ્યાન એક સિપાહીએ માથાને વાળથી પકડયું હતું. આ સિપાહીને સસ્પેન્ડ કરી દેવાયો છે.

એએસપીએ કહ્યું કે કોઇએ આ ફોટો ટ્વીટ કર્યો હતો. તેને ધ્યાનમાં લેતા આ કાર્યવાહી કરાઇ છે. એએસપીએ કહ્યું કે સિપાહીનું આ કૃત્ય માનવ ગરિમાની વિપરીત છે. તો આને લઇ સોશિયલ મીડિયા પર લોકો સસ્પેન્શનને ખોટું ગણાવી રહ્યા છે.

પોલીસ પહોંચેલા આરોપી પિતાએ કહ્યું કે દીકરીનું માથું છે. કાપીને લાવ્યો છું, ધડ રૂમમાં પડ્યું છે. બે દિવસથી કંઇ ખાધું-પીધું નથી, હવે મને શાંતિ થઇ. સ્થળ પર હાજર લોકોના મતે આરોપીએ બહુ શાંતિથી માથાને જમીન પર મૂકયું. ચોટલી પકડી હોવાથી વાળ ચહેરા પર આવી ગયા હતા. આરોપીએ વાળને ચહેરા પરથી હટાવ્યા.

(4:08 pm IST)
  • ટેક્સ બચાવવા વાળા પર સરકારની છે બાજનજર : પકડાઈ જશો તો 10 વર્ષની જેલ અને 300 ટકા દંડ :કાળાનાણાં સામે ઇન્કમટેક્સ વિભાગ કરશે કાર્યવાહી : બ્લેકમની કાયદા હેઠળ 400થી વધુ લોકો સામે કાર્યવાહી કરવા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની તૈયારી access_time 12:24 am IST

  • પાકિસ્તાનના સેનેટ ચૂંટણીમાં ખૈબર પખ્તુનખ્વાહમાં પહેલા પાઘડીવાળા શીખ પ્રતિનિધિ બન્યા ગુરદીપ :સંસદના ઉપલાગૃહ માટે થયેલી ચૂંટણીમાં અલ્પસંખ્યક સીટ પર મોટા માર્જીનથી તેના હરીફ ઉમેદવારને હરાવ્યા : ગુરદીપસિંહને સદનમાં 145માંથી 103 મત મળ્યા જયારે જમિયત ઉલેમા -એ -ઇસ્લામના ઉમેદવાર રણજિતસિંહને માત્ર 25મત મળ્યા access_time 12:49 am IST

  • દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા :નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,824 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,73,572 થઇ :એક્ટિવ કેસ 1,73,364 થયા વધુ 13,788 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,38,021 થયા :વધુ 113 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,584 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 8998 નવા કેસ નોંધાયા access_time 1:13 am IST