Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

મેટ્રો મેન ઇ.શ્રીધરન કેરળમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર

દેશની પ્રથમ મેટ્રોનો પાયો નાખ્યો : દિલ્હી મેટ્રો, કોચ્ચી મેટ્રો, લખનઉં મેટ્રોને સેવા આપી

નવી દિલ્હી : મેટ્રો મેન ઇ.શ્રીધરન કેરળમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. આ વાતની જાણકારી કેરળ ભાજપ પ્રમુખ સુરેન્દ્રને આપી છે. શ્રીધરન 26 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાયા હતા.

  શ્રીધરને કેરળમાં જ નહી પણ પોતાના કામ માટે દેશભરમાં લોકપ્રિયતા મેળવી છે અને તેમણે રાજકીય લાઇનથી અલગ સમ્માન મેળવ્યુ છે. એલાત્તુવલાપિલ શ્રીધરનને કોકણ રેલ્વે અને દિલ્હી મેટ્રોના નિર્માણમાં તેમના નેતૃત્વની સાથે ભારતમાં સાર્વજનિક પરિવહનનો ચહેરો બદલવાનો શ્રેય આપવામાં આવે છે. શ્રીધરને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યુ છે. બાદમાં તેમમે મુખ્ય શહેરોમાં કેટલીક અન્ય મેટ્રો પરિયોજનાઓમાં મહત્વનું યોગદાન આપ્યુ છે.

 88 વર્ષના ઇ શ્રીધરને વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યુ હતું કે મોદી દેશના સૌથી યોગ્ય નેતામાંથી એક છે અને તેમના હાથમાં દેશનું ભવિષ્ય સારૂ થઇ શકે છે.

ઇ શ્રીધરનને વર્ષ 2001માં પદ્મ શ્રી અને વર્ષ 2008માં પદ્મ વિભૂષણ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ફ્રાંસ સરકાર પણ ઇ શ્રીધરનને વર્ષ 2005માં પોતાના સર્વોચ્ચ નાગરિક સમ્માનથી સમ્માનિત કરી ચુકી છે. આટલુ જ નહી અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ મેગેઝિન ટાઇમ મેગેઝીને તેમણે એશિયા હીરોનું ટાઇટલ પણ આપ્યુ હતું.

ઇ શ્રીધરન સિવિલ એન્જિનિયર છે, ભારતમાં તેમણે ‘મેટ્રો મેન’ના નામથી પણ ઓળખવામાં આવે છે. આવુ એટલા માટે કારણ કે તેમણે પોતાના નેતૃત્વમાં કોંકણ રેલ્વે અને દિલ્હી મેટ્રોનું નિર્માણ કરી ભારતમાં જનયાત્રાને બદલી નાખી હતી. દક્ષિણ રેલ્વેમાં પોતાની પોસ્ટિંગ દરમિયાન 1964માં એક ચક્રવાતે પમ્બબન બ્રિજને ગંભીર રીતે નુકસાન પહોચાડ્યુ હતું. આ બ્રિજના માધ્યમથી રામેશ્વરમ તમિલનાડુ સાથે જોડાયેલુ હતું. આ એક મોટુ નુકસાન હતું. રેલ્વેએ પુરના સમારકામ માટે છ મહિનાનું લક્ષ્ય બનાવ્યુ હતું, આ દરમિયાન શ્રીધરનને આ કામ માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો અને તે સમયે 32 વર્ષના હતા. 90 દિવસના આ કામને તેમણે 46 દિવસમાં જ પૂર્ણ કરી લીધુ હતું, જેને કારણે રેલ્વે મંત્રી તરફથી સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા.

12 જૂન, 1932માં કેરળના પલક્કડમાં પતામ્બી નામના સ્થળ પર થયો હતો, તેમના પરિવારનો સબંધ પલક્કડના કરૂકપુથુર સાથે રહ્યો છે, તેમનું પ્રારંભિક શિક્ષણ પલક્કડની બેસલ ઇંવેજેલિકલ મિશન હાયર સેકન્ડરી સ્કૂલમાં થયુ અને તે બાદ તેમણે પાલઘાટની વિક્ટોરિયા કોલેજમાં એડમિશન લીધુ હતું. તે પછી આંધ્ર પ્રદેશના કાકિનાડા સ્થિત ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધુ જ્યાથી તેમણે સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કેટલાક સમય સુધી શ્રીધરને કોઝીકોડ સ્થિત ગવર્મેન્ટ પોલિટેકનિકમાં સિવિલ એન્જિનિયર ભણાવ્યુ હતું, તે બાદ લગભગ એક વર્ષ સુધી તેમણે બોમ્બે પોર્ટ ટ્રસ્ટમાં ટ્રેની તરીકે કામ કર્યુ, તે પછી 1953માં તે ભારતીય લોક સેવા આયોગ દ્વારા આયોજિત ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસિસ એક્ઝામમાં બેઠા અને પાસ થયા

 

દક્ષિણ રેલ્વેમાં પોતાની સેવા આપ્યા બાદ તેમણે દેશની પ્રથમ મેટ્રોની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 1970માં ઇ.શ્રીધરને ભારતની પ્રથમ મેટ્રો રેલ કોલકાતા મેટ્રોની યોજના, ડિઝાઇન અને અમલીકરણની જવાબદારી ઉઠાવી. શ્રીધરને આ પરિયોજનાને પુરી કરી અને તેના દ્વારા ભારતમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગની આધારશિલા પણ રાખી. 1975માં તેમણે કોલકાતા મેટ્રો રેલ પરિયોજનામાંથી હટાવી દેવામાં આવ્યા.

શ્રીધરને ઓક્ટોબર 1979માં કોચીન શિપયાર્ડ જોઇન કર્યુ. આ સમયે નુકસાનમાં ચાલતી હતી. શિપયાર્ડનું પ્રથમ જહાજ ‘એમ.વી.રાની પદ્મિની’ પોતાના લક્ષ્યથી ઘણુ પાછળ હતુ પણ તેમણે પોતાના અનુભવ, કાર્યકુશળતા અને અનુશાસનથી શિપયાર્ડનું કાયાકલ્પ કરી દીધુ, તેમણે આ સુનિશ્ચિત કર્યુ કે તેમના નેતૃત્વમાં અહીનું પ્રથમ જહાજ બનીને આવે. વર્ષ 1981માં તેમના નેતૃત્વમાં કોચીન શિપયાર્ડનું પ્રથમ જહાજ ‘એમ.વી.રાની પદ્મિની’ બન્યુ હતું.

 

જુલાઇ 1987માં તેમણે બઢતી આપી પશ્ચિમી રેલ્વેમાં જનરલ મેનેજર બનાવી દેવામાં આવ્યા અને જુલાઇ 1989માં તે રેલ્વે બોર્ડના સભ્ય બનાવવામાં આવ્યા. જૂન 1990માં તેમને સેવાનિવૃત થવાના હતા પણ સરકારે તેમણે જણાવી દીધુ હતું કે દેશને તેમની સેવાની વધુ જરૂર છે. આ રીતે વર્ષ 1990માં તેમણે કોન્ટ્રાક્ટ પર લઇને કોંકણ રેલ્વેના ચીફ મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા, તેમના નેતૃત્વમાં કંપનીએ પોતાનું કાર્ય સાથે વર્ષોમાં પુરૂ કર્યુ. કોંકણ રેલ્વે પરિયોજના કેટલાક મામલે અનોખી રહી. આ દેશની પ્રથમ મોટી પરિયોજના હતી જેને BOT (બ્યુલ્ટ-ઓપરેટ-ટ્રાન્સફર) પદ્ધતિ પર અમલ કરવામાં આવ્યો હતો. આ સંગઠનના સ્વરૂપમાં પણ રેલ્વેની કોઇ પરિયોજનાથી અલગ હતું. લગભગ 82 કિલોમીટરના એક સ્ટ્રેચમાં 93 ટનલ ખોદવામાં આવી હતી. પરિયોજનાની કુલ લંબાઇ 760 કિલોમીટર હતી જેમાં 150 પુલોનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. કેટલાક લોકો માટે આ આશ્ચર્યની વાત હતી કે એક સાર્વજનિક ક્ષેત્રની પરિયોજના વિલંબ વગર અને બજેટ વધાર્યા વગર લગભગ પોતાના નક્કી સમયમાં પુરી થઇ ગઇ હતી.

લખનઉં મેટ્રો રેલના તે મુખ્ય સલાહકાર છે, તેમણે જયપુર મેટ્રોને પણ પોતાની સલાહ આપી અને દેશમાં બનનારી બીજી મેટ્રો રેલ પરિયોજના સાથે પણ તે જોડાયેલા છે. વિશાખાપટ્ટનમ અને વિજયવાડાની મેટ્રો પરિયોજના પણ તેમની દેખરેખમાં થઇ છે. આ કહેવુ ખોટુ નહી હોય કે દેશમાં ક્યાય પણ મેટ્રો બને તેમાં મેટ્રો મેન શ્રીધરનનો સહયોગ જરૂર હશે.

(7:13 pm IST)
  • સુરતમાં નાના વરાછાની શાળાના ધોરણ 7ના 5 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત : પ્રાથમિક વિભાગ 14 દિવસ પૂરતો બંધ કરવામાં આવ્યો access_time 10:23 am IST

  • ઇરાકમાં વાયુસેનાના મથક પર રોકેટ હુમલામાં એક અમેરિકી કોન્ટ્રાક્ટરનું મોત : પેન્ટાગોને કહ્યું વાયુસેનાના મથક પર 10 રોકેટ છોડ્યા હતા :જાય અમેરિકી અને અન્ય ગઠબંધન સેનાના સૈનિકો તૈનાત હતા :ઠેકેદારને હુમલાથી બચવા દરમિયાન હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને થોડીવારમાં તેનું મોત નીપજ્યું હતું access_time 12:41 am IST

  • જે સીડી પર ચડીને જિંદગીના સૌથી ઉંચા મુકામ પર પહોંચ્યા છીએ શું તેને પાડી દેવી યોગ્ય છેઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે જી-૨૩ના નેતાઓને લખ્યો ખીલ્લો પત્ર : પૂછયું કે શું તેઓ પક્ષ બદલવાનો વિચાર કરે છે ? : ખુર્શીદે ઉકત નેતાઓને કહ્યું કે આપણે વર્તમાનમાં યોગ્ય સ્થાન શોધવાની બદલે તેના પર ચિંતન કરવું જોઈએ કે ઇતિહાસ એમને કેવી રીતે યાદ રાખશે access_time 1:21 pm IST