Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

બંગાળની ચૂટંણીમાં શિવસેના નહીં ઝંપલાવે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ટેકો

શિવસેનાનો મહત્વપૂર્ણ નિર્ણય : પક્ષના નેતા સંજય રાઉતે ટ્વીટ કરીને પાર્ટી અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે સાથે ચર્ચા બાદ નિર્ણય લીધો હોવાની માહિતી આપી

મુંબઇ, તા. : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના ઝંપલાવશે નહીં. શિવસેનાના નેતા સંજય રાઉતે એક ટ્વિટ કરી જણાવ્યું કે, પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને બંગાળની સિંહણ ગણાવતાં સંજય રાઉતે લખ્યું કે, શિવસેના એકજુથ થઇને તેમની સાથે ઊભી છે.

સંજય રાઉતે ટ્વિટમાં લખ્યું કે, શિવસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે મામલે થયેલી મહત્વની બેઠકમાં નિર્ણય લેવાયો છે. ચિત્ર સ્પષ્ટ છે કે, પશ્ચિમ બંગાળમાં દીદી વિરુદ્ધ તમામની લડાઇ છે. તમામ વિરોધી પાર્ટીઓ મની, મસલ અને મીડિયાને મમતા દીદી વિરુદ્ધ ઉપયોગ કરી રહી છે. જોતાં શિવસેનાએ નિર્ણય લીધો છે કે, તે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી નહીં લડે.

શિવસેનાના નેતા સંજય રાઉતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના વખાણ કરતાં લખ્યું કે, અમને વિશ્વાસ છે કે સાચા અર્થમાં તે બંગાળની સિંહણ છે. શિવસેના લડાઇમાં દીદી સાથે છે. અમે તેમની મોટી સફળતાની આશા કરીએ છે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી યોજાશે. મતદાન ૨૭ માર્ચ, એપ્રિલ, એપ્રિલ, ૧૦ એપ્રિલ, ૧૭ એપ્રિલ, ૨૨ એપ્રિલ, ૨૬ એપ્રિલ અને ૨૯ એપ્રિલે યોજાશે. જ્યારે મતગણતરી બીજી મેના રોજ કરાશે.

(7:38 pm IST)