Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

મૂળ સૌરાષ્ટ્રના હીરા દલાલના ઉઠમણાની ચર્ચાઃ સુરતના અનેક વેપારીઓના કરોડો રૂપિયા સલવાયા

હીરા દલાલીનું કામ કરતો દલાલ ૧૨ કરોડ રૂપિયા લઇને ઉઠમણું કર્યાની ચર્ચાએ વેપારીઓની ચિંતા વધારી છે

મુંબઇ, તા.૪: સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ફરી એકવાર ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હીરા ઉદ્યોગ સાથે જોડાયેલો સૌરાષ્ટ્રનો વતની અને હાલમાં મુંબઇ ખાતે હીરા દલાલીનું કામ કરતો દલાલ ૧૨ કરોડ રુપિયા લઇને ઉઠમણું કર્યાની ચર્ચાએ વેપારીઓની ચિંતા વધારી છે. સુરતનાં કેટલાય વેપારીઓએ આ દલાલને હીરા આપ્યા હોવાને કારણે અનેક વેપારીઓના કરોડો રૂપિયા સલવાયા છે.

સુરતના હીરા ઉધોગમાં છેલ્લા કેટલા સમયથી છેતરપિંડી અને ઉઠમણાંએ લઈને ભારે ચિંતા વ્યાપી છે. ત્યારે મુંબઈ બીડીબી સાથે સંકળાયેલો અને બોટાદ પંથકનો સૌરાષ્ટ્રવાસી હીરાદલાલ ૧૨ કરોડનું ચૂકવણું કર્યા વગર ગાયબ થયો હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેનાથી વેપારીઓની ચિંતા વધી છે. ૫ દિવસથી આ દલાલ ગાયબ થતાં વેપારીઓએ તેનું નામ ફરતું કર્યું હતું. કોરોનાની સ્થિતિના કારણે સૌથી વધારે અસર આ ઉધોગને થઇ છે. ત્યારે સતત મોટી રકમના વેપારી લોકોના રૂપિયા ચૂકવીયા વગર ગાયબ થવાની  અનેક દ્યટના બાદ આ ઉધોગમાં ચિંતા જોવા મળી હતી. ત્યારે વધુ એક વેપારી ગાયબ થઇ જતા સુરતના અનેક વેપારીના રૂપિયા સલવાયા હોવાની ચર્ચા ચાલી રહી છે.

આ ઉઠમણાં કરતા વેપારી થોડા સમય બાદ ફરી બજારમાં આવી જઈને આપવાના રૂપિયાના અમુક ટકા ચૂકવણું કરી ફરીથી વેપાર કરવા લાગવાના પણ અનેક કિસ્સાઓ બન્યા છે. ત્યારે આવા વેપારને લઈને આ ઉધોગમાં અનેક વેપારીને નુકસાન વેઠવાનો વારો આવે છે અને રાતા પાણીએ રડવાની સ્થિતિ થાય છે. એક લાંબા સમય પછી મુંબઈના એક દલાલનું ઉઠમણું થયાની ચર્ચાએ હીરા બજારમાં જોર પકડ્યું છે.

મહત્ત્વનું છે કે, ગત દિવાળી પહેલા જ એક વેપારીનું કુલ ૪૦ કરોડમાં ઉઠમણાની વાત વહેતી થઇ હતી. સામી દિવાળીએ હીરા બજારમાં હોબાળો મચી જવા પામ્યો છે. જો કે, આ વેપારીનાં ઉઠમણાને લઈ કુલ ૨૫ કરતાં વધારે વેપારીના રૂપિયા સલવાઇ ગયાની વાત પણ સામે આવી રહી હતી. સુરતના બજારમાં હીરાનો વેપાર કરતા એક સૌરાટ્રવાસી હીરા વેપારીનું જે પોલિશ્ડ ડાયમંડ મેન્યુફેકચર કામ કરી રહ્યાં હતાં.

આ વેપારી આર્થિક ભીડમાં આવી જતા કુલ ૪૦ કરોડ રૂપિયામાં ઉઠી ગયો હોવાનું સામે આવ્યુ હતું. સમયસર પેમેન્ટ ચૂકવનાર આ વેપારી છેલ્લાં ૧ મહિનાથી વેપાર મર્યાદિત કરી દીધો હતો.

(4:03 pm IST)
  • ઇન્કમટેક્સ અધિકારીઓએ આજે ​​ફિલ્મ નિર્માતા વિક્રમાદિત્ય મોટવાને, કે જે ફેન્ટમ ફિલ્મ્સના સ્થાપક સભ્યોમાં હતા, અને ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીના વિજય સુબ્રમણ્યમના નિવાસ સ્થળો પર દરોડો પાડ્યો છે : ટેક્સ ચોરીના મામલે ફેન્ટમ ફિલ્મ્સ સાથે સંકળાયેલા લોકો પર IT દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. access_time 5:29 pm IST

  • મ્યાંમારમાં ભારે હિંસા : 19 પોલીસકર્મી ભાગીને ભારત પહોંચ્યા : માંગ્યું શરણ : આ તમામ મ્યાનમારની સરહદે આવેલા પૂર્વ-પૂર્વ રાજ્ય મિઝોરમના બે જિલ્લા ચંપાઈ અને શેરચિપ થઈને ભારતમાં પ્રવેશ્યા:બધા લોકો નીચલા ક્રમાંકિત પોલીસ અધિકારીઓ : તેઓ ભારતની સરહદ પર આવ્યા ત્યારે તેમની પાસે કોઈ હથિયાર નહોતા access_time 1:13 am IST

  • મથરામાં ' વિમલ 'પાનમસાલાના વેચાણ પર પ્રતિબંધ : અજંતા રાજ બ્રાન્ડ સ્કિમ્ડ મિલ્કના વેચાણ પર પણ રોક લગાવાઈ : વિમલ પાનમસાલાના નમુનાના પરીક્ષણમાં માણસને ઉપયોગમાં અસુરક્ષિત અને હાનિકારક જાહેર થતા પ્રતિબંધ લગાવાયો access_time 12:56 am IST