Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

બોમ્બે હાઇકોર્ટનો મોટો ચુકાદો

નાનીનો દોહિત્ર-દોહિત્રી સાથેનો સંબંધ ખાસ છે પરંતુ તે માતા-પિતાનું સ્થાન લઇ ન શકે

નવી દિલ્હી, તા.૪: બોમ્બે હાઈકોર્ટે બુધવારે નાસિકની એક ૧૨ વર્ષની બાળકીની કસ્ટડીનો ચુકાદો આપતાં કહ્યું કે, નાનીનો તેની દોહિત્રી માટે વિશેષ પ્રેમ હોય છે, પરંતુ તે પ્રેમ તેના માતા-પિતાનું સ્થાન ન લઇ શકે. આ સાથે કોર્ટે બાળકીની કસ્ટડી તેના માતાપિતાને આપી હતી.

નાસિકના એક દંપતીએ આ વર્ષની શરૂઆતમાં હાઇ કોર્ટની શરણ લીધી હતી. દંપતીએ બાળકીને પોતાની સાથે લઇ જવા માટે હાઇ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે કોર્ટમાં જણાવ્યું કે બાળકીની માતાની તબિયત વધુ ખરાબ થઇ ગઇ હતી. ડોકટરે સંપૂર્ણ બેડરેસ્ટની સલાહ આપી હતી. તેથી ૨૦૧૯માં તે પોતાની બાળકીને લઇને થોડા સમય માટે પોતાની માતાના દ્યરે નાસિક ગઇ હતી.

દંપતિ થોડાક સમય પછી પોતાની બાળકીને પુણેથી પરત લેવા માટે નાસિક પહોંચ્યા હતા, ત્યાકે તેની નાનીએ તે બાળકીનો સોંપવાની ધરાર ના પાડી દીધી હતી. એટલું જ નહી નાનીએ આ બાળકીને પોતાની પાસે રાખવા માટે પોલીસ અને બાળકલ્યાણ સમિતિની પણ મદદ લીધી હતી, નાનીએ પોલીસ અને બાળકલ્યાણ સમિતિને જણાવ્યું કે બાળકીના માતા-પિતા વચ્ચે વૈવાહિક સંબધ સામાન્ય નથી, જે ૧૨ વર્ષીય બાળકીના કુમળા માનસ પર ખરાબ અસર કરી રહી છે. અને આ બાળકી માટે સારું નથી. તેથી આવી પરિસસ્થિતિમાં બાળકી તેની નાની પાસે રહે તે દ સારું છે. આ પછી બાળકીની કસ્ટડી માટે દંપતિએ અદાલતના દરવાજા ખખડાવ્યા છે.

(4:01 pm IST)