Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ડીઝલના ભાવ વધારાની અસર શાકભાજી અને ફળો પર પડશે

૧૫ ટકા મોંઘા થશે શાકભાજી અને ફળો

મુંબઈઃ છેલ્લા થોડા મહિનામાં ડીઝલ અને પેટ્રોલના ભાવો આસમાનને આંબી રહ્યા હોવાથી માલ પરિવહન કરનારની પણ કમર ભાંગી છે ડીઝલની કિંમતો રૂ. ૯૦ આસપાસ જવાથી ૧૫ ટકા ભાડાંવધારો કરવાનો નિર્ણય મુંબઈ માલવાહતુક ટેમ્પો મહાસંઘે લીધો છે. ૧ માર્ચથી ભાડાંવધારો લાગુ થયો હોવાથી શાકભાજી, ફળો, કાંદા, બટાટા વગેરે મોંઘા થયા છે.  ફેબ્રુઆરી દરમિયાન ડીઝલનાં ભાવ ૪.૧૦ રૂ. પ્રતિ લિટર વધારો થયો.

ડીઝલ સાથે ટાયર, ટોલ, વીમો, સ્પેરપાર્ટ, ર્પાકિંગ વગેરે ખર્ચમાં પણ છેલ્લાં થોડાં વર્ષોમાં વધારો થયો છે. ઉપરાંત ડ્રાઈવરને પૈસા, વાહનના બેન્ક હપ્તા ભરવાનું મુશ્કેલ બન્યું હોવાનું મહાસંઘનું કહેવં છે. આથી નાછૂટકે ભાડાંવધારો કરવો પડી રહ્યો છે. નવી મુંબઈ એપીએમસી માર્કેટમાં મહારાષ્ટ્ર અને દેશભરમાંથી આવતી શાકભાજી મુંબઈ અને સંપૂર્ણ ઉપનગરોમાં પુરવઠો કરવામાં આવે છે. એપીએમસીમાંથી દિવસમાં ૨૦૦૦ વાહનો મુંબઈ, ઉપનગર, વસઈ- વિરાર, કલ્યાણ- ડોંબિવલી, પનવલ વિસ્તારમાં પહોંચે છે. જોકે હવે આ માલ પરિવહન કરનારાએ ભાડાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં ડીઝલ રૂ. ૮૭ પર પહોંચ્યું હોવાથી દર વધારો કર્યા વિના છૂટકો નથી એવંુ સ્પષ્ટીકરણ સંગઠને કર્યું છે. ડીઝલ રૂ. ૬૧ હતું ત્યારનાં ટેમ્પો ભાડાં આજે પણ યથાવત છે. આથી ૧ માર્ચથી મહાસંઘે ૧૫ ટકા ભાડાં વધારો કરવાની ઘોષણા કરી છે.

(2:46 pm IST)