Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

મદ્રેસામાં બે સગીરાની છેડતી શિક્ષકને પાંચ વર્ષની જેલ

મુંબઇ, તા. ૪ : પાંચ વર્ષ જુના બે સગીરાના યૌન ઉત્પીડન કેસમાં વિશેષ અદાલતે એક ર૯ વર્ષના શિક્ષકને પાંચ વર્ષ જેલની સજા ફટકારી છે. આ કેસ વર્ષ -ર૦૧૬નો છે જયારે આરોપી શિક્ષકે ૧૧ અને નવ વર્ષની વિદ્યાર્થીનીઓનું યૌન ઉત્પીડન કર્યુ હતું.

આ બંને સગીરાઓએ પોતાના પરિવારને શિક્ષક સામે ફરીયાદ કર્યા બાદ બંને પરિવારોએ શિક્ષક સામે પોલીસ ફરીયાદ કરી હતી. બંને સગીરાઓએ ફરીયાદમાં જણાવ્યું હતું કે અમને પ્રાધ્યાપકે ખોટી રીતે સ્પર્શ કર્યા બાદ ચૂંબન કર્યા હતા આ શિક્ષકના ડરથી બંને સગીરાઓએ મદ્રેસામાં શિક્ષણ લેવાનો પણ ઇનકાર કર્યો હતો.

(2:44 pm IST)
  • રાજકોટ લોધિકા સંઘના ચેરમેન અને અકિલા ના વરિષ્ઠ સદસ્ય નરેન્દ્રસિંહ જાડેજાએ આજે લીધો કોરોનાની રસી નો પ્રથમ ડોઝ access_time 5:17 pm IST

  • મોટા ભાગના ખેલાડીઓનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા પીએસએલ સીઝન ૬ (પાકિસ્તાન સુપર લીગ) ર૦-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટ મોકૂફ/ રદ કરવામાં આવી છે access_time 3:59 pm IST

  • વડોદરાનાં પાદરામાં આવેલી SBI ની એક બ્રાન્ચમાં મેનેજર સહિત એક સાથે 13 કર્મચારી કોરોના સંક્રમિત મળી આવ્યા છે : આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ કોરોના સંક્રમિત મળી આવતા SBI બ્રાન્ચ બંધ કરાઈ access_time 4:58 pm IST