Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

IT - CBIને આંગળીઓ પર નચાવે છે સરકાર

તાપસી - અનુરાગના ઘરે દરોડા મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન

નવી દિલ્હી તા. ૪ : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા એકવાર ફરી મોદી પર નિશાન સાધવામાં આવ્યું છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યુ કે કેટલીક કહેવતો છે... આંગળીઓ પર નચાવવું- કેન્દ્ર સરકાર આ IT-CBI-EDની સાથે કરે છે. ડરેલી બિલાડી એટલે કે કેન્દ્ર સરકારની સામે મિત્ર મીડિયા. રાહુલ ગાંધીએ આગળ લખ્યું કે ખિસિયાની બિલ્લી ખંબા નોચે- જેમ કેન્દ્ર સરકાર ખેડૂત સમર્થકો પરરેડકરાવે છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતારાહુલ ગાંધીતરફથી સતત સોશિયલ મીડિયાના માધ્યમથી મોદી સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવે છે. એ પછી ચીનનો મુદ્દો હોય કે પછી અર્થવ્યવસ્થા સાથે જોડાયેલો કોઈ પણ મુદ્દો હોય.

ઉલ્લેખનીય છે કે ઈન્કમટેકસની અનેક ટીમે મુંબઈ- પૂનામાં લગભગ ૩૦ જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આ તમામ જગ્યાઓ અનુરાગ કશ્યરની કંપની ફેન્ટમ અને અન્ય કેટલીક ફિલ્મ પોડકશન સાથે જોડાયેલી હતી. આ ઉપરાંત તાપસી પન્નુને મેનેજ કરનારી કંપનીના ઠેકાણા પરરેડપાડી. તેમજ મધુ મંટેના અને વિકાસ બહલના ઘરે ઈન્કમટેકસે દરોડા પડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ બીજા દિગ્ગજ લોકોના ઘરે ઇન્કમ ટેકસ વિભાગરેડપાડી શકે છે.

આઈટી વિભાગે આરેડદરમિયાન અનેક કાગળોને ખંગોળ્યા, લેપટોપની તપાસ કરી. એટલું જ નહીં અધિકારીઓ પૂર્ણેમાં અનુરાગ અને તાપસીને મોડી રાત સુધી પુછપરઠ પણ કરતા રહ્યા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પહેલા મહારાષ્ટ્ર સરકાર, મહારાષ્ટ્ર કોંગ્રેસ, શિવસેના સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ આને સરકારના બદલાની કાર્યવાહી ગણાવી છે.

(2:41 pm IST)