Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

રામ મંદિર પરિસરની જગ્‍યા વધારવાની શરૂઆતઃ ૧૦૭ એકર સુધી વિસ્‍તારાશે

ટ્રસ્‍ટ દ્વારા ૬૭૬.૮૫ વર્ગ મીટર ખરીદાઇઃ હજી પણ આસપાસની જગ્‍યા માટે વાતચીત

અયોધ્‍યાઃ રામલલા મંદિર નિર્માણની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. નિધી સમર્પત અભિયાનની સફળતાથી વિહીપ - ટ્રસ્‍ટ ખુશ છે. ૭૦ એકરમાં બનનાર મંદિર પરિસરનો વિસ્‍તાર થવા જઇ રહ્યો છે. મહાસચીવ ચંપતરાયે ૧ કરોડમાં પહેલો ભૂખંડ ખરીદયો છે. જે ૬૭૬.૮૫ વર્ગ મીટરનો છે. જેથી પરિસર ૧૦૭ એકરનું થશે.

મંદિર પરિસર ૧૦૭ એકર કરવા માટે ટ્રસ્‍ટ દ્વારા રાજકોટના અન્‍ય ભવન થતા મંદિર સ્‍વામીઓ સાથે જમીન ખરીદવા માટે વાત-ચિત કરી રહ્યુ છે. પાયાના ખોદકામની સાથે પરિસરના વિસ્‍તારની કાર્યવાહી પણ શરૂ થઇ છે. ૬૭૫.૮૫ વર્ગ મીટરની જમીનના ભૂખંડના દસ્‍તાવેજ પણ થઇ ગયો છે. જે શીર્ષ પીઠ અશર્ફી ભવનની બાજુમાં છે.

રામ મંદિર પરિસરમાં યજ્ઞશાળા, પ્રભુ રામના જીવન સાથેની ઝાંખીઓ, પુસ્‍તકાલય, રિસર્ચ સેન્‍ટર, ગૌ શાળા, ધ્‍યાન કેન્‍દ્ર નિર્મિત કરવાની યોજના છે. વિશ્‍વનું ભવ્‍ય રામ મંદિર બનાવવાની યોજના છે. પરિસર નજીકના ઘણા મંદિર જેમાં રંગ મહેલ, જગન્‍નનાથ મંદિર, લવકુશ મંદિર, રામ કચેરી, અમવા મંદિર, રામ ગુલેલા, ફકીર રામ, કૌશલ્‍યા ભવન, સુંદર સદન, શ્રીરંગ દેવ સંસ્‍કૃત મહા વિદ્યાલય ઉનવલ મંદિર, બજરંગ ભવન, માલી મંદિર, રંગ વાટીકા, ગોકુલ મંદિર છે. જેમાંથી ઘણા મંદિરનો અમુક ભાગ જ લઇ શકાય તેમ છે.

(3:54 pm IST)