Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

કોરોના વાયરસના સંક્રમણથી

સ્‍વસ્‍થ થયેલાઓમાં કોવિડશીલ્‍ડની થાય છે ઝડપી અસર

નવી દિલ્‍હી,તા.૪ : કોરોના સંક્રમણમાંથી સાજા થયેલા લોકોમાં કોવીશિલ્‍ડ વેકસીનની ઝડપથી અસર થાય છે અને તેમનામાં એન્‍ટીબોડી બહુ ઉચ્‍ચ સ્‍તરે જોવા મળે છે. આની જાણ એક અભ્‍યાસથી થઇ છે. આનાથી આશા જાગી છે કે આવા લોકોને રસીનો બીજો ડોઝ આપવાની જરૂર નહીં પડે અને આ રીતે દેશમાં કોરોના રસીકરણનો વ્‍યાપ વધારવામાં મદદ મળશે.

કોવીશિલ્‍ડના પ્રતિરક્ષા રીસપોંસ પર કરવામાં આવેલ આ સ્‍ટડી નવી દિલ્‍હીના સીએસઆઇઆર ઇન્‍સ્‍ટીટયુટ ઓફ જીનોમિક્‍સ એન્‍ડ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ એંડોકાઇનોલોજી, ડાયાબીટીસ એન્‍ડ મેટાબોલીઝમની સાથે એકેડમી ઓફ સાયન્‍ટીફીક એન્‍ડ ઇનોટીવ રિસર્ચ (એસીએસઆઇઆર) ગાઝીયાબાદ દ્વારા કરાયો છે. સ્‍ટડીમાં સામેલ રિસર્ચર અને સીએસઆઇઆર- આઇજીબીના ડાયરેકટર અનુરાગ અગ્રવાલે જણાવ્‍યું કે કોવીશિલ્‍ડથી એક મજબૂત પ્રતિરક્ષા પ્રતિક્રિયા ઉત્‍પન્‍ન થઇ રહી છે. જે આધારભૂત રીતે સીરોપોઝીટીવ હોય છે. તેમનામાં આ પ્રક્રિયા ઝડપથી થાય છે. અને તેમનામાં એન્‍ટીબોડી ઉચ્‍ચ સ્‍તર સુધી પહોંચે છે.

સીરો પોઝીટીવીટી સીરમમાં વાયરસની ઉપસ્‍થિતીનો સંકેત હોય છે અથવા તેની સાબિતી હોય છે કે સંબધિત વ્‍યકિત પહેલા પણ વાયરસની ઝપટમાં આવેલો છે. કોવીશિલ્‍ડ રસી ઓક્‍સફર્ડ-એસ્‍ટ્રેજેનાકાનું ઉત્‍પાદન છે અને તેનું નિર્માણ પૂણેની સીરમ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ઇન્‍ડીયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

(12:07 pm IST)