Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના માતા-પિતા સાથે લીધી કોરોનાની વેક્સીન

52 વર્ષીય કેજરીવાલ 10 વર્ષથી ડાયાબિટીસના દર્દી હોવાથી રસી માટે પાત્ર છે

નવી દિલ્હી : દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કોરોનાની વેક્સીન લગાવી છે.તેમણે તેમના માતા-પિતા સાથે કોરોનાની વેક્સીન લેવા માટે પહોંચ્યા હતા.

  કેજરીવાલ સવારે દિલ્હીની સરકારી હોસ્પિટલ લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલ પહોંચ્યા હતા. મળી રહેલી જાણકારી મુજબ તેમને COVISHIELD રસી આપવામાં આવી છે. કોવિડ-19 ને માત આપવા માટે ભારતમાં 1 માર્ચથી શરૂ થયેલી રસીકરણનાં બીજા તબક્કાની ગતિ હવે જોર પકડવામાં આવી છે. આ તબક્કામાં, વડા પ્રધાન મોદીએ પ્રથમ દિવસે કોરોના રસીનો ડોઝ લીધો પછી, તમામ કેન્દ્રીય પ્રધાનો અને રાજ્યોનાં મુખ્ય પ્રધાનો સહિતનાં તમામ નેતાઓ પણ આ લાઇનમાં લાગી ગયા છે. આ કડીમાં, દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનાં કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ કોરોના રસીનો ડોઝ લીધો છે. મુખ્યમંત્રી કેજરીવાલે તેમના માતા-પિતા સાથે કોરોનાની રસી લગાવી છે.

 અત્રે ઉલેલ્ખનીય છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 52 વર્ષનાં છે, પરંતુ તેઓ 10 વર્ષથી વધુ સમયથી ડાયાબિટીસનાં દર્દી છે. તેથી, તેઓ રસી માટે પાત્ર છે.

(12:01 pm IST)