Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ગરીબ રેશનકાર્ડ ધારકોને સરકાર તરફથી વિનામૂલ્‍યે ૧ કિલો ચણા

રાજકોટ,તા. ૪: ગરીબ રેશનકાર્ડ ધારકોને સરકાર દ્વારા સસ્‍તા અનાજની દુકાનોએથી ચાલુ મહિનામાં વિનામૂલ્‍યે ૧ કિલો ચણા વિતરણ કરવા અંગે સરકારે પરિપત્ર કર્યા છે.

પરિપત્રમાં જણાવ્‍યું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્‍ન યોજના તથા આત્‍મનિર્ભર ભારત યોજના (ખ્‍ફગ્‍) હેઠળ ગુજરાત રાજ્‍ય નાગરિક પુરવઠા નિગમ લિ. ના ગોડાઉનો ખાતે ૩૪૧૧.૬૯ મે.ટન તેમજ વ્‍યાજબી ભાવની દુકાનો ખાતે ૧૩૧૧.૯૫૮ મે.ટન મળી બચત રહેલ ૪૭૨૩.૬૮૯ મે.ટન ચણાના જથ્‍થા ઉપરાંત ગુજરાત રાજ્‍ય નાગરિક પુરવઠા નિગમ લિ. મારફતે ખરીદી કરવામાં આવેલે ૨૨૧૯ મે.ટન ચણાના જથ્‍થા સહિત કુલ ૯૬૪૨.૬૪૮ મે.ટન ચણાના જથ્‍થાનું ‘જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળ કઠોળનું વિતરણ' યોજના હેઠળ ફજ્‍લ્‍ખ્‍ રેશનકાર્ડ ધારકોને માર્ચ ૨૦૨૧ દરમ્‍યાન કુટુંબદીઠ ૧.૦૦ કિ.ગ્રા. મુજબ વિનામૂલ્‍યે વિતરણ કરવાનું રહેશે. માહે માર્ચ -૨૦૨૧ અંતિત બચત રહેલ ચણાનું જથ્‍થાનું એપ્રિલ-૨૦૨૧ દરમ્‍યાન ફજ્‍લ્‍ખ્‍ રેશનકાર્ડ ધારકોને કુટુંબદીઠ ૧.૦૦ કિ.ગ્રા. મુજબ વહેલા તે પહેલાના ધોરણે વિનામૂલ્‍યે વિતરણ કરવાનું રહેશે.

(11:17 am IST)