Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ઓપરેશન દરમિયાન મહિલા ડોકટર દર્દીના પેટમાં રૂમાલ ભૂલી ગઇ : દર્દીની હાલત ગંભીર

તબિયત બગડતા ફરીથી આ ડોકટર જ તેની સારવાર કરતી રહી

નવી દિલ્હી, તા.૪: ઘણા લોકોને ભુલવાની ટેવ હોય છે. કોઇકને નામ યાદ ના રહેતા હોય તો વળી કિકને રસ્તા ભુલાઇ જતા હોય છે. કેટલાક લોકો તો એવા ભુલકણા હોય છે કે તેઓ કોઇ વસ્તુ મુકીને ભુલી જાય છે. બાદમાં જયારે જરુર પડે ત્યારે તે મળતી જ નથી. આ તો થઇ સામાન્ય માણસોની વાત, પરંતુ જો કોઇ ડોકટર ભુલકણો હોય તો? અહિં એવી જ એક મહિલા ડોકટરની વાત કરવી છે.

ઉત્ત્।ર પ્રદેશની એક મહિલા ડોકટરની બેદરકારીને કારણે એક મહિલાનો જીવ જોખમમાં મુકાયો છે. આ મહિલા ડોકટર ઓપરેશન દરમિયાન રુમાલ દર્દીના પેટમાં જ ભુલી ગઇ અને ટાંકા પણ લગાવી દીધા. ત્યારબાદ તે મહિલા દર્દીની હાલત બગડી અને તેના પેટમાં ઇન્ફેકશન ફેલાયું. આશ્યર્યની વાત તો એ છે કે તબિયત બગડતા ફરીથી આ ડોકટર જ તેની સારવાર કરતી રહી.

જયારે દર્દીને ફાયદો ના થયો તો તેણે બીજી ડોકટરને બતાવ્યું અને આખી ઘટના સામે આવી. ત્યારબાદ તે મહિલાનું બીજી વખત ઓપરેશન કરીને પેટમાંથી રુમાલ કાઢવામાં આવ્યો. સાથે જ તેના કેટલાક અંગોને પણ કાપીને કાઢવા પડ્યા છે. આમ છતા અત્યારે મહિલાની સ્થિતી ગંભીર છે.

જે ડોકટર સિઝેરિયનના ઓપરેશન દરમિયાન પેટમાં રુમાલ ભૂલી ગઇ તેનું નામ ડો. સંગીતા સિંહ છે. જયારે ફરી વખત તે દર્દી તેની પાસે આવી તો ડો. સંગીતા તેને ગેસ અને એનીમિયા છે તેમ કહીને સારવાર કરતી રહી. બાદમાં ૨ ફેબ્રુઆરીએ રેખા નામની તે મહિલાનું ફરીવખત ઓપરેશન થયું ને તેના પેટચમાંથી રુમાલ કાઢવામાં આવ્યો.

આ સારવારના ખર્ચામાં તેનું ખેતર પણ વેચાઇ ગયું છે અને દેવું થઇ ગયું તે વધારાનું. જયારે તે અને તેનો પતિ હોસ્પિટલે ફરિયાદ કરવા ગયા તો ડોકટરોએ તેમને ધમકાવ્યા. ત્યારબાદ તેઓ પોલીસ પાસે ગયા અને આ ઘટના પ્રકાશમાં આવી. ત્યારબાદ આરોગ્ય પ્રશાસને તપાસના આદેશ આપ્યા છે.

(10:06 am IST)