Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોનાનો કહેરઃ નવા ૯૮૫૫ કેસ નોંધાયા ૪૨ના મોત

મુંબઇ, તા.૪: મહારાષ્ટ્રમાં કોરોનાનો રોગચાળા ફરી માથુ ઉચકતા દરરોજ દરદીઓની સંખ્યામાં ધરખમ વધારો થતો હોવાથી રાજયનો આરોગ્ય વિભાગ અવઢવમાં મૂકાઇ ગયો છે. આજે રાજયમાં કોરોનાના નવા ૯૮૫૫ કેસ નોંધાયા હતા. અને ૪૨ દરદીના મોત થયા હતા. આથી કોરોના ગ્રસ્તોની સંખ્યા વધીને ૨૧ લાખ ૭૯ હરાજ ૧૭૫ થઇ છે. અને મરણાંકની સંખ્યા વધીને ૫૨૨૮૦ થઇ છે. જયારે રાજયમાં કોરોનાના ૮૨,૩૪૩ દરદી સક્રીય છે. તેઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં આજે ૩૫૫૯ દરદી સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. આથી આજ દિન સુધી ૨૦ લાખ ૪૩ હજાર ૩૪૯ દરદી કોરોનાથી મુકત થયા છે. એટલે કે રિકવરીનું પ્રમાણ ૯૩.૭૭ ટકા છે. રાજયમાં હાલમાં રિકવરીનું  પ્રમાણ બે ટકા ઘટી ગયું છે.

રાજયમાં હાલમાં ૩,૬૦,૫૦૦ દરદી હોમ  કવોરન્ટીન કરાયા છે. અને ૩૭૦૧ સંસ્થાત્મક કવોરન્ટીન કરાયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

(9:59 am IST)