Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

તામિલનાડુની વિધાનસભા ચૂંટણી પહેલા શશીકલાની મોટી ઘોષણા :રાજનીતિમાંથી સન્યાસ લેવાની જાહેરાત

શશીકલાએ કહ્યું તેણે ક્યારેય સત્તાનો મોહ નથી રાખ્યો, હંમેશા લોકોની ભલાઇ માટે કામ કરશે અને અમ્મા (જયલલિતા)એ સુચવેલા માર્ગનું અનુસરણ કરશે.

ચેન્નાઇ : તામિલનાડૂ વિધાનસભા ચૂંટણી પહેલા શશિકલાએ મોટી ઘોષણા કરી છે. શશિકલાએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત બાદ શશિકલાએ કહ્યું કે તેણે ક્યારેય સત્તાનો મોહ નથી રાખ્યા. તે હંમેશા લોકોની ભલાઇ માટે કામ કરશે અને અમ્મા (જયલલિતા)એ સુચવેલા માર્ગનું અનુસરણ કરશે.

શશિકલાએ આગામી વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેને હરાવવા માટે એઆઇએડીએમકેના કાર્યકર્તાઓને એકજૂથ રહેવાનું કહ્યું છે. સાથે જ કહ્યું છે કે આપણે બધાએ એ નક્કી કરવું પડશે કે તામિલનાડૂ રાજ્યમાં એમજીઆરનું શાસન શરુ રહેવું જોઇએ.

શશિકલાએ કહ્યું કે અમ્માએ કહ્યું હતું કે તેઓ (ડીએમકે) દુષ્ટ શક્તિઓએ છે. અમ્માના કેડરોએ ડીએમકેને હરાવવા માટે કામ કરવું જોઇએ અને પ્રયત્નો કરવા જોઇએ કે અમ્માની ઇચ્છી પ્રમાણેનું શાસન ફરી વખત આવે. શશિકલે આગળ કહ્યું કે હું તામિલનાડૂના લોકોની હંમેશા આભારી રહીશ

 અત્રે . ઉલ્લેખનીય છે કે તેઓ થોડા સમય પહેલા જ જેલમાંથી બહાર આવ્યા છે, જેલમાંથી બહાર આવતાની સાથે જ તામિલનાડૂની રાજનીતિએ ગરમાવો પકડ્યો હતો. તેવામાં હવે તેમની આવી જાહેરાતથી ફરી વખત રાજકિય ચર્ચાઓએ જોર પકડ્યું છે.

(11:35 pm IST)