Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

' આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ' : અમેરિકામાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ,ન્યુયોર્ક તથા FIA ના સંયુક્ત ઉપક્રમે 8 માર્ચના રોજ થનારી ઉજવણી

 
ન્યુયોર્ક : અમેરિકામાં 8 માર્ચ 2021 ના રોજ  કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ,ન્યુયોર્ક તથા ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન્સ ( FIA ) ના સંયુક્ત ઉપક્રમે '  આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ' ઉજવાશે.

બ્રુકલીન બરો હોલ ,209 ,જોરલમોન સ્ટ્રીટ ,બ્રુકલીન ન્યુયોર્ક મુકામે થનારી ઉજવણીનો સમય બપોરે 3 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.

આ પ્રસંગે સન્માનિત થનારા મહિલા અગ્રણીઓમાં  સુશ્રી તેજલ અમીન ,ડો.આભા જયસ્વાલ ,સુશ્રી રાશાના શાહ ,સુશ્રી સબીના ધિલ્લોન ,સુશ્રી રશ્મી અગરવાલ ,ડો.ઉમા રાની મધુસુદન ,તથા માસ્ક સ્કોવડનો સમાવેશ થાય છે.

વિશેષ માહિતી info@fianynjct.org / www.fianynjct.org દ્વારા મળી
શકશે તેવું ડી.બી.ડબલ્યુ દ્વારા જાણવા મળે છે.

(9:01 pm IST)
  • ગાંધીનગરમાં પ્રાથમીક શાળા ખોલવા સંદર્ભે કેબીનેટની બેઠક મળશે : ચૂંટણીના કારણે ૪ વખત મુલત્વી રખાઇ બેઠકઃ કોરોના સંક્રમણ, રસીકરણ સંદર્ભે બેઠકમાં ચર્ચા થશેઃ લવ જેહાદ સહિતના નવા બીલ સંદર્ભે થઇ ચર્ચા access_time 1:22 pm IST

  • જર્મનીએ કોરોના વાયરસ સામે કાર્યવાહી કરવા માટે દેશમાં વધુ ત્રણ અઠવાડિયા એટલે કે 28 માર્ચ સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. જો કે, આ સમયગાળા દરમિયાન કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. access_time 4:57 pm IST

  • રાજ બબ્બર રાજકારણ છોડી રહ્યા છે: ફિલ્મ જગતમાં ફરી સક્રિય બનવાની ભારે અફવા યુપીના ભૂતપૂર્વ કોંગ્રેસ વડા રાજ બબ્બરે ફિલ્મ જગતમાં ફરીથી એન્ટ્રી કરવા માટે ઘણા બોલિવૂડ પ્રોજેક્ટ્સ સ્વીકાર્યા છે. અફવા એવી છે કે તેઓ રાજકારણ છોડશે. access_time 9:21 am IST