Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

રંગ લાવ્યું ભારતનું દબાણ મસુદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવનો પાકિસ્તાન વિરોધ નહી કરે

ઇસ્લામાબાદ તા. ૪ : જૈશ એ મોહમ્મદ (JEM) સહિત તમામ પ્રતિબંધિત સંગઠનો વિરુદ્ઘ પાકિસ્તાનની નિર્ણાયક કાર્યવાહી કરી શકે અને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં આતંકવાદીઓની યાદીમાં જૈશ પ્રમુખ મસુદ અઝહરનો સમાવેશ કરવાનાં પ્રસ્તાવ અંગે પોતાનાં વિરોધને પરત પણ લઇ શકે છે. રવિવારે એક સમાચારમાં આ વાત કરવામાં આવી હતી. અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે બુધવારે પાકિસ્તાનમાં રહેનારા અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નવેસરથી પ્રસ્તાવ મુકયો હતો.

જો કે આવું થવાનાં કારણે અઝહર વૈશ્વિક રીતે યાત્રા કરવા પર પ્રતિબંધ લાગી જશે, તેની સંપત્તીઓ ફ્રીઝ થઇ જશે. ઘટનાક્રમ સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીનાં હવાલાથી એકસપ્રેસ ટ્રીબ્યૂને કહ્યું કે, પાકિસ્તાનનાં એક મોટા નીતિગત્ત્। નિર્ણયમાં તમામ પ્રતિબંધિત સંગઠનો અને સાથે જ પ્રતિબંધિત જૈશના પ્રમુખની વિરૂદ્ઘ નિર્ણાયક કાર્યવાહી કરી શકે છે. અઝહરની વિરૂદ્ઘ શું કાર્યવાહી કરવામાં આવશે, આ અંગે સ્થિતી સ્પષ્ટ નથી પરંતુ અધિકારીઓએ સંકેત આપ્યો કે પાકિસ્તાન જૈશ પ્રમુખને સંયુકત સુરક્ષા પરિષદ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવવાનાં પ્રસ્તાવ અંગે પોતાના વિરોધને પરત ખેંચી શકે છે.

જયારે અધિકારીને પુછવામાં આવ્યું કે, શઉં પાકિસ્તાન હવે અઝહરની વિરૂદ્ઘ સુરક્ષા પરિષદની કાર્યવાહીનો વિરોધ નહી કરે તો તેમણે કહ્યું કે, દેશનો નિર્ણય લેવો પડશે કે વ્યકિતગત્ત્। મહત્વપુર્ણ છે અથવા દેશનો વ્યાપક રાષ્ટ્રહિત મહત્વનું છે. સુરક્ષા પરિષદની પ્રતિબંધ અંગે નિર્ણય લેનારી સમિતી ૧૫ સભ્યોની સુરક્ષા પરિષદનાં વીટો અધિકાર પ્રાપ્ત ત્રણ સ્થાયી સભ્ય દેશોનાં હાલનાં પ્રસ્તાવ પર ૧૦ દિવસની અંદર વિચાર કરશે. અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે છેલ્લા ૧૦ વર્ષથી સંયુકત રાષ્ટ્રમાં આ પ્રકારનો ચોથો પ્રયાસ છે. ભારતે ૨૦૦૯માં અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા માટેનો પ્રસ્તાવ રજુ કર્યો હતો.

(10:24 am IST)