Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

અયોધ્‍યાનું રામમંદિર ઉડાવી દેવાની ધમકી

પીએફઆઇ નેતા સહિત ૮ની ધરપકડ

મોતિહારીઃ બિહારના મોતિહારીમાં એનઆઇએના દરોડાના સમાચારો છે. એનઆઇએ ટીમે પીએફઆઇ સાથે સંકળાયેલા ૮ લોકોને કસ્‍ટડીમાં લીધા છે, તેમની પુછપરછ થઇ રહી છે. તેમાં પીએફઆઇ લીડર રિયાઝ મારૂફ પણ સામેલ છે. જણાવાઇ રહયુ છે કે આ કાર્યવાહી અયોધ્‍યામાં બની રહેલ રામમંદિરને ઉડાવવાના ષડયંત્ર કેસમાં કરાઇ છે.

મળતી માહિતી અનુસાર, કેન્‍દ્રીય એજન્‍સીએ પૂર્વ ચંપારણ જીલ્‍લાના ચકીયા અને મેહસા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં દરોડાઓ પાડયા હતા. ચકીયાના કુંઅવા ગામમાંથી કેટલાક યુવકોને પકડવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત મેહસી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ઇમામપટ્ટીમાંથી પણ કેટલાક લોકોને કસ્‍ટડીમાં લેવાયા છે. જણાવાઇ રહયુ છે કે ઝડપાયેલા પણ કેટલાક લોકોને કસ્‍ટડીમાં લેવાયા છે. જણાવાઇ રહયુ છે કે ઝડપાયેલા યુવકોનો સંબંધ પીએફઆઇ સાથે છે તેમાંથી એક રિયાઝ મારૂક પણ છે જેનું નામ ટેરર ફંડીંગ કેસમાં પણ આવ્‍યુ હતુ

જણાવાઇ રહયુ છે કે હાલમાં જ જયારે શાલીગ્રામ શીલા નેપાળથી અયોધ્‍યા લઇ જવાઇ રહી હતી ત્‍યારે રામમંદિરને ઉડાવી દેવાની ધમકી અને ષડયંત્રનો એક વીડીયો વાયરલ થયો હતો. આ કેસમાં જ એનઆઇએ આ કાર્યવાહી કરી છે.

જોકે ઓફીશ્‍યલી આની પુષ્‍ટી નથી થઇ કેટલા લોકો પકડાયા છે તે બાબતે પણ નકકર માહિતી નથી. એનઆઇએ તરફથી ઓફિશ્‍યલ સ્‍ટેટમેન્‍ટ આવ્‍યા પછી સ્‍થિતિ સ્‍પષ્‍ટ થશે.

(4:29 pm IST)