Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

જિયોનો ૨,૫૪૫ રૂપિયાનો એકદમ તગડો પ્‍લાન : ૧૧ મહિના સુધી મન હોય એટલી વાત કરો

આ પ્‍લાનનો દર મહિને ખર્ચ લગભગ ૨૩૧ રૂપિયા આવશે : આ પ્‍લાનમાં અનલિમિટેડ કોલ, ડેટા પ્‍લાન અને ફ્રી મેસેજિંગની સર્વિસ પણ મળે છે

મુંબઇ તા. ૪ : રિલાયન્‍સ જિયો તે તેના ગ્રાહકની જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખીને સતત નવા પ્‍લાન લઈને આવે છે. જિયોની લાંબી વેલેડિટીના પ્‍લાનમાં એક ૨,૫૪૫ રૂપિયાનો પ્‍લાન છે જેમાં ૩૩૬ દિવસ એટલે ૧૧ મહિના અને ૬ દિવસની માન્‍યતા ઉપલબ્‍ધ છે. આ પ્‍લાનમાં તમને અનલિમિટેડ કોલ, ડેટા પ્‍લાન અને ફ્રી મેસેજિંગની સર્વિસ પણ મળે છે.

રિલાયન્‍સ જિયોના આ પ્‍લાન તે વર્ષ માટેનો છે. જિયોના ૨,૫૪૫ રૂપિયાનો પ્‍લાનમાં ૩૩૬ દિવસની વેલેડિટી મળે છે. આ પ્રીપેડ પ્‍લાનમાં રોજના ૧.૫ GB ડેટા મળતા હોય છે. તમને આ પ્‍લાનમાં કુલ ૫૦૪ ડેટા મળતા હોય છે. જો કોલિંગની વાત કરવામાં આવે તો જિયો તેના ગ્રાહકો માટે અનલિમિટેડ કોલિંગ પણ મળે છે. આ પ્‍લાનમાં રોજના  ૧૦૦ SMS મળે છે. આ પ્‍લાનમાં અનેક ફાયદો હોય છે. આ પ્‍લાનમાં તમને જિયો ટીવી, જિયો સિક્‍યોરિટી, જિયો ક્‍લાડ સહિત જિયોની ઘણી એપ્‍લિકેશન પણ હોય છે.

જિયોના ૨૫૪૫ રૂપિયાના પ્‍લાનનો માસિક ખર્ચ જોઈએ તો આ પ્‍લાનનો તમારે દર મહિને ખર્ચ લગભગ ૨૩૧ રૂપિયા આવશે. ગ્રાહકોને ૨૩૧ રૂપિયાના માસિક ખર્ચમાં અનલિમિટેડ વોઈસ કોલિંગની સેવા ૧૧ મહિના ૬ દિવસ સુધી મળશે. એટલે કે તમે જેટલું ઈચ્‍છો તેટલું વાત કરી શકશો અને તમારો ફોન કટ પણ નહીં થાય.

જિયોના ૨૫૨૪ રૂપિયાના પ્‍લાનમાં રોજ ૧૦૦ એસએમએસ મફત મળે છે. આ સાથે જ જિયો એપ્‍સનું ફ્રી એક્‍સેસ પણ મળે છે. જે પણ લોકો લાંબા સમય સુધી પોતાનું સિમ એક્‍ટિવ રાખવા માંગતા હોય તેમના માટે  આ પ્‍લાન બેસ્‍ટ રહેવાનો છે. આ પ્‍લાન એકવાર રિચાર્જ કરાવશો એટલે તમને કદાચ મોંઘો કે બજેટ બહાર લાગી શકે છે. પરંતુ જો તેના ફાયદાની વાત કરીએ તો તે પૈસા વસૂલ પ્‍લાન છે. તે મારા મંથલી રિચાર્જ પ્‍લાનની સરખામણીમાં ખુબ સસ્‍તો છે

 

(4:07 pm IST)