Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સનશાઇન ગ્રુપ ઓફ ઇન્‍સ્‍ટીટયૂટમાં

મુંબઇ ડબ્‍બાવાલા ના વિષય પર ડો. પવન અગ્રવાલનો સોમવારે મોટીવેશનલ સેમિનાર

રાજકોટઃ સનસાઇન ગ્રુપ દ્વારા તા.૬ના સોમવારે ડો.પવન અગ્રવાલનો મુંબઇ ડબ્‍બાવાલાના વિષય પર મેગા સેમિનાર યોજવામાં આવી રહયો છે. અત્રે એ જાણવું જરૂરી છે કે મુંબઇ ડબ્‍બાવાલા સિકસ સિગ્‍માના સર્વિસ કન્‍સેપ્‍ટ કામ કરે છે. તેઓ ગ્રાહકને પોતાના ભગવાન માનીને પોતાની સેવાઓ પુરી પાડે છે. જેના કારણે મુંબઇ ડબ્‍બાવાલાની સર્વિસ સમગ્ર વિશ્વમાં પ્રખ્‍યાત છે ઓક્ષફોર્ડ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં મેનેજમેન્‍ટના વિદ્યાર્થીઓને ડબ્‍બાવાલાના વિષય પર કેસ સ્‍ટડીસ પણ ભણવામાં આવે છે. સનસાઇન ગ્રુપ ઓફ ઇન્‍સ્‍ટીટયુસન્‍સમાં ૨૦૧૯ પછી ૪ વર્ષ પછી ફરી એક વખત આ કાર્યક્રમનું ભવ્‍ય આયોજન કરવામાં આવી રહયુ છે.

 કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના કેમ્‍પસ ડિરેકટર ડો.પ્રો.વિકાસ અરોરાના નેતૃત્‍વ નીચે સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે. સંસ્‍થાના ચેરમેન શ્રી મિનેષ માથુરે સૌને નિમંત્રણ પાઠવ્‍યુ છે

(4:06 pm IST)