Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

કેનેડા અને અમેરિકાના અનેક રાજ્‍યોમાં તીવ્ર ઠંડીનું મોજુ : એકલા યુએસમાં ૧૧ મોત

નવી દિલ્‍હી તા.૪ : અમેરિકા અને કેનેડાના લગભગ ૧૦૦ મિલિયન લોકો હાલના દિવસોમાં ઉત્તર અમેરિકામાં સખત શિયાળાનો સામનો કરી રહ્યા છે.

દેશના હવામાન વિભાગે ખૂબ જ ઠંડા પવનની આગાહી કરી છે અને કહ્યું છે કે તે ૧૦ મિનિટથી ઓછા સમયમાં કોલ્‍ડવેવની સમસ્‍યા ઊભી કરી શકે છે.શીત લહેરમાં ત્‍વચા અથવા ક્‍યારેક ત્‍વચાની નીચેની પેશીઓ જામી જવાનો ભય રહે છે અને તેની માનવ શરીર પર ખરાબ અસર પડે છે.

હવામાન વિભાગે કેનેડાના મેનિટોબા પ્રાંતથી યુએસ પ્રાંત મૈનેના રહેવાસીઓને શુક્રવાર અને શનિવારે જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

અમેરિકામાં ખરાબ હવામાનને કારણે સોમવારથી અત્‍યાર સુધીમાં ૧૧ લોકોના મોત થયા છે. ટેક્‍સાસમાં આઠ, ઓક્‍લાહોમામાં બે અને અરકાનસાસમાં એકનું મોત થયું છે.તાપમાનમાં આ ઘટાડા માટે આર્કટિક પ્રદેશમાંથી આવતી ઠંડી હવા જવાબદાર હોવાનું કહેવાય છે.

અમેરિકાના ઘણા રાજયોમાં શુક્રવાર બપોર સુધીમાં ઘણા રેકોર્ડ તૂટ્‍યા છે, જયાં કુલ ૮.૨ લાખ લોકોને માઈનસ ૧૭ ડિગ્રી સેલ્‍સિયસ અથવા તેનાથી ઓછા તાપમાનનો સામનો કરવો પડી રહ્યો છે.

મૈને પ્રાંતના કેટલાક ભાગોમાં ૧૯૭૧ પછીનું સૌથી નીચું તાપમાન નોંધાય તેવી અપેક્ષા છે. પોર્ટલેન્‍ડ શહેરમાં પવનની ઠંડી માઈનસ ૪૦.૫ ડિગ્રી સેલ્‍સિયસ સુધી પહોંચવાની ધારણા છે.

(4:06 pm IST)