Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

૧૮મીએ GST કાઉન્‍સીલની બેઠકઃ પાન-મસાલા અને ગુટકા અંગે નિર્ણય લેવાય તેવી શકયતા

ઓનલાઇન ગેમિંગ - કેસિનો - ઘોડાદોડ અંગે પણ ચર્ચા

નવી દિલ્‍હી, તા.૪: ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ (GST) કાઉન્‍સિલની બેઠક ૧૮ ફેબ્રુઆરીએ યોજાશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણની આગેવાની હેઠળની GST કાઉન્‍સિલમાં રાજ્‍યોના નાણાં પ્રધાનો પણ સામેલ છે. GST કાઉન્‍સિલે ટ્‍વિટ કર્યું - GST કાઉન્‍સિલની ૪૯મી બેઠક ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ દિલ્‍હીમાં યોજાશે.

મંત્રી પરિષદની પાન મસાલા અને ગુટગુખા કંપનીઓ પર કર અને અન્‍ય મંત્રી જૂથના એપેલેટ ટ્રિબ્‍યુનલની રચનાના અહેવાલની ચર્ચા થઈ શકે છે. ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર GST વસૂલવા અંગે મેઘાલયના મુખ્‍ય પ્રધાન કોનરાડ સંગમાની આગેવાની હેઠળના મંત્રીઓના અન્‍ય જૂથનો અહેવાલ પણ બેઠકમાં આવે તેવી શકયતા છે. આ ત્રણ અહેવાલો ૧૭ ડિસેમ્‍બર, ૨૦૨૨ ના રોજ યોજાયેલી છેલ્લી GST કાઉન્‍સિલની બેઠકના કાર્યસૂચિમાં સામેલ હતા.

જાન્‍યુઆરીમાં GST કલેક્‍શન વધ્‍યું છે. ગયા મહિને તે રૂ. ૧.૫૫ લાખ કરોડને પાર કરી ગયો હતો, જે અત્‍યાર સુધીનો બીજો સૌથી વધુ કલેક્‍શન છે. ૩૧મી જાન્‍યુઆરી ૨૦૨૩ ના રોજ સાંજે ૫ વાગ્‍યા સુધી GST કલેક્‍શન ૧,૫૫,૯૨૨ કરોડ રૂપિયા છે. આમાં, CGST રૂ. ૨૮,૯૬૩ કરોડ, SGST રૂ. ૩૬,૭૩૦ કરોડ, IGST રૂ. ૭૯,૫૯૯ કરોડ છે.

(4:04 pm IST)