Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

અમેરિકી અદાલતે હેટ ક્રાઇમ અપરાધમાં વૃદ્ધ શીખની તરફેણમાં ચુકાદો આપ્યો : 66 વર્ષીય શીખ વૃદ્ધે તેની વિરુદ્ધ નફરત આધારિત ધમકીઓની અપૂરતી તપાસ કરવા બદલ સટર કાઉન્ટી શેરિફ ઓફિસ તેમજ સટર કાઉન્ટી સામે દાવો માંડ્યો હતો

કેલિફોર્નિયા : યુએસ કોર્ટે એક વૃદ્ધ શીખની તરફેણમાં ચુકાદો આપ્યો છે જેણે ઉત્તરી કેલિફોર્નિયાના શેરિફની ઓફિસ પર 2021 માં તેની સામે જાતિવાદી ધમકીઓની અપૂરતી તપાસ કરવાનો આરોપ મૂક્યો હતો

રૂબલ ક્લેરે, 66, તેની વિરુદ્ધ નફરત આધારિત ધમકીઓની અપૂરતી તપાસ કરવા બદલ સટર કાઉન્ટી શેરિફ ઓફિસ તેમજ સટર કાઉન્ટી સામે દાવો માંડ્યો હતો. તેવું યુએસ સ્થિત એડવોકેસી ગ્રુપ શીખ ગઠબંધનએ જણાવ્યું હતું.

આ સમાધાન મારા પોતાના મનની શાંતિ માટે એક પગલું છે, પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે, તે સુટર કાઉન્ટીમાં મારા જેવો અનુભવ કોઈને ક્યારેય ન થાય તેની ખાતરી કરવામાં મદદ કરશે," ક્લેરે કહ્યું.
 

11 મે, 2021ના રોજ, ક્લેરએ બટ્ટ માર્કેટના એક સ્ટોરમાં એક મહિલા દ્વારા તેના વિરુદ્ધ કરેલી હેટ ક્રાઇમ ટિપ્પણીઓ બદલ દાવો માંડ્યો હતો.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)