Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

દેશમાં નવી આશાનો સંચાર થવા લાગ્યો છે : અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બીડને ઇમિગ્રન્ટ્સ કાનૂનમાં કરેલા આવકારદાયક ફેરફારને વધાવતા ઇમિગ્રન્ટ્સ : પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના કાળા કાયદાઓ નાબૂદ કરવા બદલ જશ્ન મનાવ્યો

વોશિંગટન : અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકન ફર્સ્ટની પોલિસીને કારણે અનેક ઈમિગ્રન્ટ્સને ઉચાળા ભરવાની નોબત આવી ગઈ હતી.તેમજ અમેરિકામાં સ્થાયી થયેલ ઇમિગ્રન્ટ્સ માટે નાગરિકત્વનો સવાલ ઉભો થયો હતો.તેમજ ઈમિગ્રન્ટ્સના જીવનસાથીને કામ કરવા ઉપર પ્રતિબંધ મુકવાની તૈયારી શરૂ થઇ ગઈ હતી.એટલુંજ નહીં અમેરિકામાં જન્મેલા ઈમિગ્રન્ટ્સના સંતાનો તેમજ વાલીઓને વિખુટા પડવાની નોબત આવી ગઈ હતી.

અમેરિકામાં ટ્રમ્પના શાશન દરમિયાન વંશીય ભેદભાવે પણ માઝા મૂકી હતી.આ બધા સંજોગો વચ્ચે નવા ચૂંટાઈ આવેલા ડેમોક્રેટિક પ્રેસિડન્ટએ કલમના એક ઝાટકે ઈમિગ્રન્ટ્સની તમામ મુશ્કેલીઓ દૂર કરી દેતા અનેક ઇન્ડિયન અમેરિકન તથા એશિયન અમેરિકન પ્રજાજનોએ બિડનના આવકારદાયક પગલાંને વધાવી જશ્ન મનાવ્યો હતો.

પ્રેસિડન્ટ બિડનના પગલાંને વધાવનાર અગ્રણી ઇન્ડિયન અમેરિકન તથા એશિયન અમેરિકન નાગરિકોમાં ફ્રેન્ક શેરી ,મેરિએલેના હિંકેપિ ,સાયરસ મેહતા ,રવિ રગબીર ,જ્હોન સી યાંગ ,સહિતનાઓનો સમાવેશ થાય છે.જેમણે પ્રેસિડન્ટ બિડનના પગલાંઓને દેશમાં નવી આશાના સંચાર સમાન ગણાવ્યા હતા.તેવું આઈ.ડબલ્યુ દ્વારા જાણવા મળે છે.

(8:26 pm IST)