Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

બાથરુમમાં દીપડા સાથે ફસાઈ ગયેલા કૂતરાનું ૯ કલાકે રિસ્ક્યુ

કર્ણાટકના કન્નડ જિલ્લાના કડાબાની ઘટના : સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં દીપડો કૂતરા સાથે બાથરુમમાં દેખાયો પણ તે જરાયે હાની પહોંચાડતો નથી

બેંગલુરુ, તા. : પ્રાણી કોઈપણ હોય, હંમેશા શિકારની શોધમાં રહે છે. તમામ પ્રકારના પ્રાણીઓ શિકાર કરે છે, જેનાથી તેઓ પેટ ભરતા હોય છે. આટલું નહીં ઘણીવાર પ્રાણીઓ જંગલમાંથી નીકળીને શિકારની શોધમાં રહેવાશી વિસ્તાર સુધી પહોંચી જતા હોય છે. પરંતુ જરા વિચારો કે રહેવાશી વિસ્તારમાં કોઈ દીપડો પહોંચી જાય તો શું થાય? આવી એક ઘટના કર્ણાટકમાં જોવા મળી, અહીં એક ટોઈલેટની અંદર દીપડા અને કૂતરાનો સામનો થઈ ગયો.

હકીકતમાં સોશિયલ મીડિયા પર એક તસવીર સાથે વીડિયો શેર થઈ રહ્યો છે. જેમાં ટોઈલેટની અંદર દીપડો અને કૂતરું બંધ થયેલા દેખાઈ રહ્યા છે. જોકે સદનસીબે દીપડાએ કૂતરાને કોઈ નુકસાન નહોતું પહોંચાડ્યું. ઘટનાનો વીડિયો શેર કરતા સાથે લખાયું છે કે, દક્ષિણ કન્નડ જિલ્લાના કડાબામાં એક ટોઈલેટની અંદર કૂતરું અને દીપડો સાથે ફસાઈ ગયા હતા. લોકોને વાતની જાણકારી મળતા તેમણે ટોઈલેટને બહારથી બંધ કરી દીધું અને ઘટનાની માહિતી પોલીસને આપી.

વન વિભાગના ડેપ્યુટી કન્ઝર્વેટર વી. કરિકાલન અનુસાર રેગપ્પાના પરિવારમાંથી કોઈએ સવારે વાગ્યે અવાજ સાંભળ્યો. ટોઈલેટની અંદર કૂતરું અને દીપડો જોઈને મહિલાએ રૂમને તાળું મારી દીધું. બાદ રેગપ્પાએ વન વિભાગને જાણ કરી. તેમણે ટોઈલેટની બહાર પાંજરૃં મૂક્યું અને કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ કૂતરાને બહાર કાઢવામાં આવ્યું.

રિપોર્ટ મુજબ, અટકળો લગાવાઈ રહી છે કે દીપડો કૂતરાનો પીછો કરતા ટોઈલેટમાં ઘુસી ગયો. લગભગ અનેક કલાકો સુધી ટોઈલેટમાં અંદર બંધ રહ્યા બાદ અધિકારીઓ ત્યાં પહોંચી ગયા અને ભારે મથામણ બાદ કૂતરાને બચાવી લેવામાં આવ્યું, જ્યારે દીપડો થાપ આપીને ત્યાંથી ભાગી ગયો. દરમિયાન કોઈના ઈજાગ્રસ્ત થવાની ઘટના સામે આવી નથી.

(7:57 pm IST)