Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ભારતે વિશ્વમાં સૌથી ઝડપી ૪૦ લાખ લોકોને રસી આપી

૧૮ દિવસમાં દેશમાં ૪૫ ટકા હેલ્થ વર્કર્સને રસી અપાઈ : બુધવારે ભારતમાં ૨,૪૮,૬૬૨ લોકોને કોરોનાની રસી અપાઈ છે, આ સાથે કુલ આંકડો ૪૩.૯ લાખ પર પહોંચ્યો

નવી દિલ્હી, તા. : માત્ર ૧૮ દિવસની અંદર ભારતમાં ૪૫% જેટલા હેલ્થ વર્કર્સને કોરોનાની રસી આપી દેવામાં આવી છે. ભારતમાં રસીકરણ અભિયાનની શરુઆત પાછલા મહિને ૧૬ જાન્યુઆરીએ થઈ હતી. ભારતે દુનિયામાં અલગ-અલગ દેશોમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં સૌથી ઝડપી ( મિલિયન) ૪૦,૦૦,૦૦૦ લોકોને ફેબ્રુઆરી સુધીમાં રસી આપી દેવામાં આવી છે.

બુધવારે ભારતમાં ,૪૮,૬૬૨ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે, સાથે કુલ આંકડો ૪૩. લાખ પર પહોંચી ગયો છે, ભારતમાં ખાનગી અને સરકારી ક્ષેત્રમાં ૯૨,૬૧,૨૨૭ સ્વાસ્થ્ય કર્મીઓ છે જેમાંથી ૪૭% કર્મીઓને રસી આપી દેવામાં આવી છે.

ભારતની સરખામણીમાં અમેરિકાને ૪૦ લાખ લોકોને રસી આપતા ૨૦ દિવસનો સમય લાગ્યો હતો, જ્યારે યુકે અને ઈઝરાઈલને ૩૯ દિવસ લાગ્યા હતા.

ભારતના મહત્વના રાજ્યોની વાત કરીએ તો અહીં મધ્યપ્રદેશમાં સૌથી વધુ ૬૯.% સ્વાસ્થ્ય કર્મીઓને ફેબ્રુઆરી સુધીમાં રસી આપી દેવામાં આવી છે, પછી ૬૪.% સાથે રાજસ્થાન બીજા નંબર પર છે.

મધ્યપ્રદેશ અને રાજસ્થાન પછી યુપીમાં ૧૮ દિવસમાં ૫૧% સ્વાસ્થ્ય કર્મીઓને રસી આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે ,૩૬,૮૫૭ સ્વાસ્થ્યકર્મીઓ છે જેમાંથી ૩૪%ને રસી આપવામાં આવી છે. પછી તામિલનાડુ (૨૨.%), દિલ્હી (૨૬.%), છત્તીસગઢ (૨૯%), પોંડીચેરી (૧૨.%) અને ગોવા (૨૮.%)નો નંબર આવે છે, જ્યારે સિવાય બાકીના રાજ્યોમાં પ્રક્રિયા ઘણી ધીમી ચાલી રહી છે. મણીપુરમાં સૌથી ધીમી ગતીએ રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે અહીં ફેબ્રઆરી સુધીમાં માત્ર ૧૦% સ્વાસ્થ્ય કર્મીઓને રસી આપવામાં આવી છે. લક્ષ્યદ્વીપમાં ૯૦% સ્વાસ્થ્ય કર્મીઓને રસી આપી દેવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં ૪૧.% અને કર્ણાટકામાં ૪૦.% સ્વાસ્થ્ય કર્મીઓને રસી આપવામાં આવી છે. સિવાયના ઓડિશા, કેરળ, હરિયાણા અને ગુજરાતમાં કુલ સ્વાસ્થ્ય કર્મીઓમાંથી ૫૦%ને રસી આપવામાં આવી છે.

પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં અઠવાડિયા દરમિયાન સૌથી વધુ સંખ્યામાં સ્વાસ્થ્ય કર્મીઓને રસી આપવામાં આવી છે. ભારતમાં કુલ કરોડ સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને માર્ચ-એપ્રિલ સુધીમાં રસી આપવાનું લક્ષ્ય છે.

(7:56 pm IST)