Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

છત્તીસગઢમાં કિશોરી ઉપર ગેંગરેપઃ કિશોરી-પિતા-ભત્રીજીની પથ્થરના ઘા મારી ક્રુર હત્યા

રાંચી તા. ૪: છત્તીસગઢના કોરબા જીલ્લામાં ૧૬ વર્ષીય કિશોરી ઉપર ગેંગરેપ આચરી તેની પિતાની અને ૪ વર્ષીય માસુમ ભત્રીજીની ક્રુર હત્યાથી ખળભળાટ મચી ગયો છે.

આ ઘટના ર૯મી જાન્યુઆરીના રોજ બની હતી જેનો ખુલાસો મંગળવારે થયો જયારે કિશોરીના ભાઇએ લેમરૂ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યા મુજબ સંતરામ (૪પ), અબ્દુલ જબ્બાર (ર૯), અનીલકુમાર (ર૦), પરદેશી રામ પંતીકા (૩પ), આનંદ રામ (રપ) અને શંકર યાદવ (ર૧) ની ઓળખ આરોપી તરીકે થઇ છે.

મુખ્ય આરોપી સંતરામ તેના સ્કુટર ઉપર કિશોરી, તેના પિતા અને ભત્રીજીને તેના ગામ મુકવા જતો હતો ત્યારે અચાનક તેણે સ્કુટર કોરાઇ ગામ પાસે ઉભી રાખી ચિકકાર દારૂ પીધો હતો. ઉપરાંત ગેંગરેપનો અન્ય આરોપીઓ પણ દારૂ પીવા લાગ્યા હતા.

ત્યારબાદ આરોપીઓએ કિશોર ઉપર ગેંગરેપ આચરી પથ્થર અને લાકડીના ઘા મારી નિર્મમ હત્યા નિપજાવેલ. ઉપરાંત તેના પિતા અને ભત્રીજીની પણ ક્રુર હત્યા કરી જંગલ વિસ્તારમાં દાટી દીધા હોવાનું પોલીસે જણાવેલ. આ અંગે પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઇ છે.

(3:24 pm IST)