Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

૧૪ રાજ્યોમાં કોરોનાથી છેલ્લા ૨૪ કલાકમાં એક પણ મોત નહી

દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો

નવી દિલ્હી તા. ૪ : દેશ માટે એક રાહતના સમાચાર છે કે કોરોનાના લીધે છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ રાજ્યોમાં એક પણ મોત થયું નથી. કોરોનાથી ૧૧૦ના મોત થયા છે. જેમાં ૬૬ ટકા મોત પાંચ રાજ્યોમાં થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ૧૧,૦૩૯ સંક્રમિત મળ્યા છે. જ્યારે ૧૪,૨૨૫ સ્વસ્થ થયા છે. કોરોનાનો રીકવરી રેટ હાલમાં ૯૭.૦૮ ટકા છે. મૃત્યુદર ૧.૪૦ ટકા છે. આ ઉપરાંત દેશમાં હવે ૧.૪૯ ટકા સક્રિય દર્દી વધ્યા છે. ૩૧ પ્રદેશોમાં સક્રિય દર્દીઓની સંખ્યા પાંચ હજારથી ઓછા છે. બીજી બાજુ ૧,૫૪,૫૯૬ના મોત થયા છે.

કોરોનાથી રાહત માટે ૧૯ દિવસમાં અડધા સ્વાસ્થ્ય કર્મીઓના રસીની પ્રથમ ખુરાક આપવામાં આવી છે.

કેરળમાં કોરોનાનો ફૂંફાડો યથાવત ચાલુ, સવાર સુધીમાં ૬૩૦૦ નવા કેસ : મહારાષ્ટ્રમાં પણ ૩૦૦૦ આસપાસ નવા કેસ

ગુજરાતમાં ૩૦૦ થી સતત નીચે ૨૮૩ કેસ નોંધાયા છે : દેશના વિવિધ શહેરોમાં જયપુર ૧૭, હૈદરાબાદ ૨૭, લખનઉ ૩૧, ચંદીગઢ ૩૬, ઇન્દોર ૪૪, કોલકત્તા ૫૧, અમદાવાદ ૫૯, ગોવા ૬૩, ભોપાલ ૯૯, ચેન્નાઈ ૧૪૫, દિલ્હી ૧૫૦ અને મુંબઈ ૫૦૩ નવા કેસ નોંધાયા છે

કેરળ        :    ૬,૩૫૬

મહારાષ્ટ્ર    :    ૨,૯૯૨

તામિલનાડુ :    ૫૧૪

મુંબઈ       :    ૫૦૩

પુણે         :    ૪૮૩

કર્ણાટક      :    ૪૨૬

છત્તીસગઢ  :    ૩૫૧

ગુજરાત     :    ૨૮૩

મધ્યપ્રદેશ  :    ૨૫૮

બેંગ્લોર      :    ૨૩૧

પ. બંગાળ  :    ૨૦૧

ઉત્તરપ્રદેશ  :    ૧૯૭

પંજાબ      :    ૧૯૪

તેલંગણા    :    ૧૮૫

દિલ્હી       :    ૧૫૦

ભોપાલ     :    ૯૯

આંધ્રપ્રદેશ  :    ૯૫

રાજસ્થાન   :    ૯૨

બિહાર       :    ૯૨

ઓડીશા     :    ૭૧

હરિયાણા    :    ૬૯

જમ્મુ કાશ્મીર    :        ૬૫

ગોવા       :    ૬૩

હિમાચલ પ્રદેશ  :        ૫૯

અમદાવાદ  :    ૫૯

ઉત્તરાખંડ    :    ૫૪

કોલકતા     :    ૫૧

ઝારખંડ     :    ૪૬

ઈન્દોર      :    ૪૪

ચંદીગઢ     :    ૩૬

લખનૌ      :    ૩૧

હૈદ્રાબાદ     :    ૨૭

પુડ્ડુચેરી      :    ૨૩

જયપુર      :    ૧૭

અમેરિકામાં ૨૪ કલાકમાં નવા ૧.૧૬ લાખ કોરોના કેસ નોંધાયા જ્યારે મૃત્યુ ૩૬૮૫ થયા : અઢાર હજાર લોકો આઈસીયુમાં

વિશ્વના અન્ય દેશોમાં બ્રાઝિલમાં ૫૩,૦૦૦ : સ્પેનમાં ૩૧,૦૦૦ : ઇંગ્લેન્ડ ૧૯૦૦૦ : રશિયામાં ૧૬,૦૦૦ અને ઈટાલીમાં ૧૩ હજાર નવા કોરોના કેસ નોંધાયા : યુનાઇટેડ આરબ અમીરાતમાં રસી મૂકવાનું પૂરજોશમાં ચાલુ હોવા છતાં કોરોના કેસનો આંક દરરોજ ૩૫૦૦ થી ૪ હજાર આસપાસ રહે છે : ઓસ્ટ્રેલિયામાં છ નવા કેસ : ચીનમાં ૩૦ અને હોંગકોંગમાં ૧૯ નવા કેસ નોંધાયા

અમેરીકા      :   ૧,૧૬,૯૬૦ નવા કેસો

બ્રાઝીલ       :   ૫૩,૧૬૪ નવા કેસો

સ્પેન          :   ૩૧,૫૯૬ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૧૯,૨૦૨ નવા કેસો

રશિયા        :   ૧૬,૪૭૪ નવા કેસો

ઈટલી         :   ૧૩,૧૮૯ નવા કેસો

ભારત         :   ૧૨,૮૯૯ નવા કેસો

જર્મની        :   ૧૨,૫૨૧ નવા કેસો

યુએઈ         :   ૩,૯૭૭ નવા કેસો

કેનેડા         :   ૩,૨૩૧ નવા કેસો

જાપાન        :   ૨,૨૧૦ નવા કેસો

બેલ્જીયમ     :   ૧,૮૫૪ નવા કેસો

સાઉથ કોરીયા :   ૪૬૭ નવા કેસો

સાઉદી અરેબીયા  :      ૩૦૬ નવા કેસો

ચીન          :   ૩૦ નવા કેસ

હોંગકોંગ      :   ૧૯ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :   ૬ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૧૨,૮૯૯ નવા કેસ અને ૧૦૭ નવા મૃત્યુ, ૧૭ હજારથી વધુ સાજા પણ થયા

નવા કેસો      :    ૧૨,૮૯૯ કેસો

નવા મૃત્યુ     :    ૧૦૭

સાજા થયા     :    ૧૭,૮૨૪

કુલ કોરોના કેસો    :     ૧,૦૭,૯૦,૧૮૩

એકટીવ કેસો   :    ૧,૫૫,૦૨૫

કુલ સાજા થયા     :     ૧,૦૪,૮૦,૪૫૫

કુલ મૃત્યુ       :    ૧,૫૪,૭૦૩

કુલ વેકસીનેશન    :     ૪૪,૪૯,૫૫૨

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૭,૪૨,૮૪૧

કુલ ટેસ્ટ       :    ૧૯,૯૨,૧૬,૦૧૯

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૨,૭૧,૫૦,૪૫૭ કેસો

ભારત       :     ૧,૦૭,૯૦,૧૮૩ કેસો

બ્રાઝીલ     :     ૯૩,૩૯,૪૨૦ કેસો

યુએસએમાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કેસ      :     ૧,૧૬,૯૬૦

પોઝીટીવીટી રેટ     :    ૮.૧%

હોસ્પિટલમાં   :     ૯૧,૪૪૦

આઈસીયુમાં   :     ૧૮,૧૪૭

નવા મૃત્યુ     :     ૩,૬૮૫

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ     :     ૨૮.૨ મિલિયન

બીજો ડોઝ     :     ૬.૮ મિલિયન

(3:56 pm IST)