Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

એતિહાદ-અમિરાત એરલાઈન્સે સાઉદી અરબની ફલાઈટો બંધ કરી

નવી દિલ્હી, તા. ૪ :. યુએઈ એરલાઈન્સે ૨૦ દેશોની યાત્રા ઉપર પ્રતિબંધ લગાવવાનુ ફરમાન કર્યુ છે તે અનુસાર સાઉદી અરબ માટેની ફલાઈટો અસ્થાયી સમય માટે રદ્દ કરવામાં આવી છે. ખલીજ ટાઈમ્સના જણાવ્યા અનુસાર એતિહાદ અને અમિરાતની સત્તાવાર વેબસાઈટ ઉપર બુધવારે આ જાણકારી અપડેટ કરવામાં આવી છે. આ આદેશ સાઉદી અરેબિયાના સમય અનુસાર ૩ ફેબ્રુઆરીની રાતથી અસરકર્તા બન્યો છે. વેબસાઈટે સલાહ દીધી છે કે સાઉદીના સમય અનુસાર ૩ ફેબ્રુઆરીએ રાત્રે ૯ થી જોે તમે ૧૪ દિવસોમાં નીચે જણાવેલા દેશોમાં યાત્રા કરવા ઈચ્છતા હો તો તમને સાઉદી અરબમાં પ્રવેશની અનુમતિ આપવામાં આવશે નહિ. આર્જેન્ટિના, સંયુકત આરબ અમિરાત, જર્મની, અમેરિકા, ઈન્ડોનેશીયા, આયર્લેન્ડ, ઈટલી, પાકિસ્તાન, બ્રાઝીલ, પોર્ટુગલ, બ્રિટેન, તુર્કી, દ. આફ્રિકા, સ્વીડન, સ્વીટઝરલેન્ડ, ફ્રાન્સ, લેબનોન, મિશ્ર, ભારત અને જાપાન સામીલ છે. આ પ્રતિબંધ સાઉદી નાગરીકો, રાજનીતિજ્ઞ, સ્વાસ્થ્ય ચિકિત્સકો અને તેમના પરિવારોને લાગુ નહિ પડે. જો આ પ્રતિબંધીત દેશોમાંથી કોઈ યાત્રીઓ સાઉદી પહોંચશે તો તેમને ૧૪ દિવસ માટે પોતાના ઘરમાં કોરન્ટાઈન રહેવુ પડશે.

(3:23 pm IST)