Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ધર્માંતરણ રોકવાના કાયદા પર સુનાવણી કરવા સુપ્રીમનો ઇન્કાર

નવી દિલ્હી તા. ૪: સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના અન્ય રાજયો દ્વારા ધર્માંતરણ રોકવા માટે લાગુ કરાયેલ કાયદાઓની વૈધતાને પડકારતી એક અરજીનો સ્વીકાર કરવાની બુધવારે ના પાડી દીધી. મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે અરજદાર સંબંધિત હાઇકોર્ટમાં જઇ શકે છે.

બેંચે એમ પણ કહ્યું કે જે મુદ્દો ઉઠાવાયો છે તે મહત્વપૂર્ણ છે અને અલ્હાબાદ તથા ઉત્તરાખંડ હાઇકોર્ટ આ વિષય પરની અરજીઓ પર સુનાવણી કરી રહ્યા છે. બેંચના અન્ય સભ્યોમાં જસ્ટીસ એએસ બોપન્ના અને જસ્ટીસ વી. રામસુબ્રમણ્યમ પણ સામેલ હતા. બેંચે કહ્યું, અમે અત્યારે આ અરજીનો સ્વીકાર નહીં કરી શકીએ. અલ્હાબાદ અને ઉત્તરાખંડ હાઇકોર્ટમાં આ પ્રકારની અરજીઓ પર સુનાવણી થઇ રહી છે.  અરજદાર તરફથી સીનીયર વકીલ સંજય પારેખે કહ્યું કે તેમણે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત ઋણ રાજયોમાં લાગુ થયેલ આ કાયદાઓને પડકાર્યા છે કેમકે આ કાયદાઓ હેઠળ બે કસૂર લોકો સામે કેસ નોંધાઇ રહ્યા છે.

(3:22 pm IST)