Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

આજે વિશ્વ તમાકુ દિવસ

તમાકુથી દર વર્ષે ૮૦ લાખથી વધુ લોકોના મૃત્યુ

વિશ્વમા તમાકુના ઉપયોગથી કેન્સરના દર્દીઓના મૃત્યુમા ભારતનો હિસ્સો ૨૭% છે. નિર્દોષ યુવાનો અને મહિલાઓ મોજશોખથી તમાકુનું સેવન કરે છે અને નાની વયે અત્યંત પીડાઇને મૃત્યુને શરણે જાય છે. ત્યારે ગુજરાતમાં તમાકુ વિક્રેતા લાયસન્સ પ્રથા અપનાવવાની ખુબ જરૂર છે.

વિશ્વમાં દર વર્ષે ૪ ફેબ્રુઆરીના 'વિશ્વ કેન્સર દિવસ' લોકજાગૃત્તિ કાર્યક્રમો સાથે ઉજવવામાં આવે છે. તમાકુ સેવનના કારણે ૨૦ થી વધુ પ્રકારના કેન્સરના રોગો થાય છે. ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે-ર ના અહેવાલ પ્રમાણે ૩૮.૦૭% પુરૂષો, ૧૦.૦૪% મહિલાઓ અને ૨૫.૦૧% પુખ્ત વયના લોકો ધુમ્રપાન અગર ધુમ્રપાન રહીત તમાકુનું સેવન કરે છે. જેથી તમાકુ વિક્રેતાઓને વેંચાણ કરતા રોકવા જરૂરી છે.

એક સર્વે મુજબ દર વર્ષે ૮૦ લાખથી વધુ લોકો તમાકુ વપરાશથી મૃત્યુ પામે છે.   કન્યુઝમર વોઇસના વડાશ્રી અસીમ સાન્યાલના સંશોધન મુજબ સને ૨૦૧૭-૧૮ ના વર્ષ દરમિયાન કેન્સરથી લોકોને બચાવવા રૂ.૧,૭૭,૩૪૧ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ થાય છે. જે ભારતના વિકાસ (જીડીપી) ના ૧% સમાન છે.

વર્ષ ૨૦૨૦ ના છેલ્લા અહેવાલ મુજબ ૧૩.૦૯ લાખ કેન્સરના દર્દી છે. જે વર્ષ ૨૦૨૫ સુધીમાં વધીને ૧૫.૦૭ લાખ થવાની શકયતા છે. આમ દેશના આર્થિક વિકાસને નુકશાન થાય છે. આ બદીને અટકાવવા તમાકુ વિક્રેતા લાયસન્સ પ્રથા અમલી બનાવવી ખુબ જરૂરી છે. પ્રતિબંધ હોવા છતા ગુજરાતમાં શૈક્ષણિક સંકુલોની આજુબાજુ તમાકુના વેંચાણ બે રોકટોક ચાલુ છે તેને અટકાવવા કડક પગલા ભરવાની જરૂર છે. (૧૬.૪)

- રમાબેન આર. માવાણી

(3:21 pm IST)