Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

૪ ફેબ્રુઆરી

આજના દિવસનું મહત્વ

દોસ્તો, આઝાદીની લડતમાં આજનો દિન ખૂબ મહત્વનો છે. અસહયોગ લડત દરમિયાન ૧૯૨૨ની સાલમાં આજના દિને યુપીના ગોરખપુર પંથકમાં ચોરી ચોરાકાંડ થયો હતો. આંદોલનકારીઓએ પોલીસ સ્ટેશનને આગ લગાવી દીધી હતી. બાવીસ પોલીસ કર્મીઓ સળગી ગયા હતા. આ ઘટના બાદ ગાંધીજીએ દેશભરમાં લડત ખતમ કરી હતી, જેનો વિરોધ ક્રાંતિકારીઓએ કર્યો હતો. કાંડમાં પકડાયેલા લોકોના કેસ મદન મોહન માલવિય લડતા હતા અને તમામને નિર્દોષ છોડાવ્યા હતા.

૧૭૮૯ની સાલમાં આજના દિને જયોર્જ વોશિંગ્ટન અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા.

૧૮૮૧ની સાલમાં આજના દિને લોકમાન્ય તીલકના તંત્રીપદે દૈનિક અખબાર ''કેસરી''નો પ્રારંભ થયો હતો.

આજે શ્રીલંકાનો આઝાદ દિવસ છે. ૧૯૪૮ની સાલમાં આજના દિને શ્રીલંકા બ્રિટીશ શાસનથી આઝાદ થયું હતું.

ભારતના ગણિતજ્ઞ અને ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝની પુણ્યતિથિ છે. તેઓનું નિધન ૧૯૭૪માં થયું હતું.

૨૦૦૪ની સાલમાં આજના દિવસથી ફેસબુકનો પ્રારંભ થયો હતો. વિદ્યાર્થી જુકર બર્ગે શરૂ કરેલી ફેસબુક સાથે આજે કરોડો લોકો જોડાયેલા છે.

આજે વિશ્વ કેન્સર દિવસ છે. ૧૯૩૩ની સાલથી આ દિવસ મનાવાય છે. કેન્સર વકરતો અટકે અને કેન્સરના દર્દીઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.

આજે ફિલ્મ નિર્માતા- અભિનેતા ભગવાન દાદાની પુણ્યતિથિ છે. તેઓનું નિધન ૨૦૦૨ની સાલમાં થયું હતું. આજે અભિનેત્રી ઉર્મિલા માતોંડકરનો જન્મદિન છે. તેમનો જન્મ ૧૯૭૪માં થયો હતો.

આજે શાસ્ત્રીય ગાયક ભીમસેન જોશીનો જન્મ દિન છે, તેઓનો જન્મ ૧૯૨૨ની સાલમાં થયો હતો. આજે કથ્થક નૃત્યના આચાર્ય બિરજુ મહારાજનો પણ જન્મદિન છે. તેઓનો જન્મ ૧૯૩૮માં થયો હતો. ભરત નાટ્યમના નૃત્યાંગના પદ્મા સુબ્રમણ્યમ્નો પણ જન્મદિન છે, તેઓનો જન્મ ૧૯૪૩ની સાલમાં થયો હતો.

(3:20 pm IST)