Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ગાઝીપુર બોર્ડરે હટાવ્યા ખિલ્લા ? દિલ્હી પોલીસે કહ્યું નહિ, ખિલ્લાને રિપોઝીશન કરાયા : સ્થિતિ હજુ ગંભીર

સોશ્યલ મીડિયામાં ખિલ્લા હટાવી રહ્યાનો વિડિઓ વાયરલ થતા દિલ્હી પોલીસનો ખુલાસો

નવી દિલ્હી:ગણતંત્ર દિવસ પર થયેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશના ગાજીપુર બોર્ડર પર લગાવવામા આવેલા ખિલ્લા હટાવી રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે. જો કે, આ વીડિયોને લઇને દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યુ છે કે ખિલ્લાને હટાવવામા નથી આવી રહ્યા, સ્થિતિ પહેલા જેવી જ છે. તેમા કોઇ પરિવર્તન આવ્યો નથી. દિલ્હી પોલીસની બોર્ડર પર ખિલ્લા લગાવવાની નીતિને સોશ્યલ મીડિયાથી લઇને રાજકીય વર્તુળમાં ટીકા થઇ છે.

સોશિયલ મીડિયામાં ગાજીપુર બોર્ડરનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એવું દેખાડવામા આવી રહ્યુ છે કે, રસ્તા પરથી ખિલ્લા હટાવવામા આવી રહ્યા છે. દિલ્હી પોલીસએ આ વીડિયો બાબતે જણાવ્યુ કે ખિલ્લાને રિપોઝીશન કરવામા આવ્યા છે. સીમા પર સ્થિતિ હજુ ગંભીર છે.

 

જ્યારે ગુરૂવારના રોજ વિપક્ષી દળોના નેતાઓનુ એક પ્રતિનિધિમંડળ ખેડુતો સાથે વાતચીત કરવા માટે ગાજીપુર બોર્ડર પહોંચ્યુ હતુ. આ પ્રતિનિધિમંડળના નેતાઓને દિલ્હી બોર્ડર પર રોકવામા આવ્યા અને તેમને પ્રદર્શનકારીઓને મળવાની પરવાનગી પણ આપવામા ન આવી. ડેલિગેશનમા સમાવેશ કેન્દ્રિય મંત્રી હરસિમરત કૌરએ જણાવ્યુ કે 3 કિલોમીટર સુધી બેરિકેડિંગ કરવામા આવ્યુ છે. અમે ખેડુતોને મળી શકતા નથી. 13 લેવલની બેરિકેડિંગ કરવામા આવી છે. ડેલિગેશનમા કૌર સિવાય એનસીપી સાંસદ સુપ્રિયા સુલે, ડીએમકે સાંસદ કનિમોઝી અને ટીએમસી સાંસદ સૌગત રોઇ વગેરે જેા નેતાઓનો સમાવેશ થાય છે.

(1:05 pm IST)