Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

લાલ કિલ્લાને શરમથી લાલ કરનાર ૫૫ આરોપીઓને ગુજરાતના ૬ એકસપર્ટ ટીમ દ્વારા આવી રીતે ઓળખી કાઢવામાં આવેલ

સમગ્ર દેશ અને દુનિયામાં ખળભળાટ મચાવનારી ઘટનાના આરોપીઓની ઓળખ દિલ્હી પોલીસે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ યુનિ.ની મદદથી જ કરીઃ ઓછી જાણીતી વાત પર પ્રકાશ : આધુનિક ફેસ રેકગ્નાઈસ મશીન દ્વારા નકાબ હટાવાયોઃ દિલ્હી પોલીસને રાષ્ટ્રીય દરજજો ધરાવતી ગાંધીનગર સ્થિત યુનિ.સાથે MOU ફળ્યા

રાજકોટ, તા.૪: જે આંદોલનનો મુદ્દો સડકથી લઈ સંસદ સુધી ગુંજી રહ્યો છે તેવા કિશાન આંદોલન સમયે દેશ ની આન બાન અને શાનના પ્રતિક સમા લાલ કિલ્લા પર બનેલી ઘટનાના પડઘા દેશ વિદેશમાં પડ્યા છે. આવી ઘટનામાં સામેલ આરોપીઓના ચહેરા ઓળખી કાઢવાની કવાયતમાં રાષ્ટ્રિય દરજ્જો ધરાવતી ગાંધીનગર સ્થિત ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિ. નો સિહ ફાળો રહ્યાનું સૂત્રો જણાવે છે.    

 ગુજરાત સ્થિત GFSU અને દિલ્હી સાથે થયેલ એમઓયુ મુજબ ખાસ ટીમ દિલ્હી પહોંચી હતી.         

 ગુજરાત ફોરેન્સિક યુનિ.દ્વારા લાલ કિલાથી લઈ દિલ્હીના મોટા વિસ્તારોમાંથી સીસીટીવી ફૂટેજ એકઠા કરી મહત્વના પુરાવોની સાંકળ ગુથી આપતા દિલ્હી પોલીસનું કામ સરળ થયેલ આરોપીઓ સામેની સમન્સ અને વોરંટ તથા ઇનામની કાર્યવાહીને મળી હતી.                

 ગુજરાત સ્થિત નેશનલ યુનિ.નો દરજજો ધરાવતી આ યુનિ.ના ૬ જેટલા એકસપર્ટ ની ટીમ દિલ્હી માટે યુનિ.ના કુલપતિ જે.એમ વ્યાસ દ્વારા પસંદ કરી મોકલી હતી જેને ખૂબ સફળતા હાસલ થય છે.                  

ગાંધીનગર સ્થિત આ યુનિ.દ્વારા વિકસાવવામાં આવેલ સીસી ટીવી ફૂટેજ ની નવતર ટેકનોલોજી પણ દિલ્હી પોલીસ માટે મહત્વની પુરવાર થયેલ.                                      

ફોરેન્સિક સાયન્સ યુનિ.દ્વારા આરોપીઓને ઓળખી કાઢવા માટે ૭ મહત્વના પોઇન્ટ નકકી કરી તે આધારે ઓળખ મેળવેલ.                         

સીસીટીવી ફૂટેજ એ સમય ગાળાના સમગ્ર રૂટના વિવિધ સ્થાનો પરથી એકઠા કરી તેમાં કયા સ્થળે આરોપીઓ નીકળી લાલકીલા પર કઈ રીતે પોહાચ્યા તેની વિગતો સુપરત કરેલ.                               

 કોઈ બાબતે કાચું ન કપાય જાય તેની હંમેશ કાળજી રાખતી ગુજરાતના એકસપર્ટની ટીમ દ્વારા તમામ  ફેસ ની ફૂટેજ મેળવાય બાદ લેટેસ્ટ ફેસ રેકોગ નાયસ મશીન દ્વારા ચકાસણી કરેલ.                              

 ડિજિટલ સાધનો અને આર્ટિ ફિશયલ ઇન્ટેલિજન્સ નો પણ ઉપયોગ ગુજરાતની એકસપર્ટ ટીમ દ્વારા થયાનું સૂત્રો જણાવે છે. એટલું જ નહિ અદ્રશ્ય ચહેરા પણ ઓળખી કાઢવામાં આવેલ. પોલીસ દ્વારા ક્રોસ ચેકીંગ મા પણ ગુજરાત દ્વારા થયેલ ઓળખને પુષ્ટિ મળેલ.                  

વાત અહીંથી અટકતી નથી લાલ કિલ્લા પર બનેલ ઘટના સમયે ઓન લાઇન સોશ્યલ મીડિયા પર એકિટવ રહી પડદા પાછળના કલાકારોને પણ બે નકાબ કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલ.

(12:52 pm IST)