Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

' ખેડૂત આંદોલન ' : દિલ્હીમાં ઇન્ટરનેટ સુવિધા બંધ કરવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન : લોકોનો મૂળભૂત અધિકાર છીનવી લઇ સત્તાનો દુરુપયોગ કરાયો : શીખ કોમ્યુનિટી વિરુદ્ધ થઇ રહેલો અપપ્રચાર અટકાવો : પ્રજાસત્તાક દિવસે કરાયેલા ગોળીબારથી એક ખેડૂતનું મોત થવા છતાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બ્રેઈન હેમરેજથી મૃત્યુ થયાનું દર્શાવાયું

ન્યુદિલ્હી : દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે ખેડૂતોની ટ્રેકટર રેલી વખતે કરાયેલા ગોળીબારને કારણે એક ખેડૂતનું મોત થવા છતાં તેને પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બ્રેઈન હેમરેજથી મૃત્યુ થયાનું દર્શાવાયું. એટલુંજ નહીં ઇન્ટરનેટ સુવિધા બંધ કરી દેવામાં આવી.શીખોને આતંકવાદી તરીકે ચીતરવામાં આવ્યા.જે અંગે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરાઈ છે.

પિટિશનમાં જણાવાયા મુજબ અમુક તત્વોએ લાલકિલ્લા ઉપર નિશાને સાહેબ ધ્વજ ફરકાવ્યો તેના કારણે સમગ્ર શીખ કોમને બદનામ કરાઈ રહી છે. ઇન્ટરનેટ બંધ કરી દઈ કેન્દ્ર સરકાર દ્વારા લોકોનો મૂળભૂત અધિકાર છીનવી લઇ સત્તાનો દુરુપયોગકરાયો . લોકોના અવાજને દાબી દેવાયો.જે સ્થળે વિરોધ પ્રદર્શન થઇ રહ્યું હતું ત્યાં કાંટાળી  લોખંડની વાડ ગોઠવી દેવાઈ અને સિમેન્ટના બેરિકેડ્સ લગાવી દેવાયા. તથા અમુક ચેનલો દ્વારા તથા સોશિઅલ મીડિયા દ્વારા શીખ કોમ્યુનિટી સામે અપપ્રચાર કરાયો.જેઓ પાસે માફી મંગાવવી જોઈએ તથા દુષ્પ્રચાર બંધ કરાવવા અરજ કરાઈ છે.
ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાને લઇ પિટિશનરોએ સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:23 pm IST)