Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠકનો પ્રારંભ

રેપોરેટ તેમજ અન્ય નીતિગત દરો અંગે આવતીકાલે થશે ઘોષણા

મુંબઇ તા. ૪ : આરબીઆઇની મૌદ્રિક નીતિ સમિતિની દ્વિમાસિક બેઠકનો ગઇકાલે પ્રારંભ થયો હતો. આ સમિતિ આરબીઆઇની પ્રમુખ નિતીગત દરોનું નિર્ધારણ કરે છે. આ બધાની વચ્ચે આશા વ્યકત કરવામાં આવી રહી છે કે આરબીઆઇની એમપીસી વ્યાજદરોમાં કોઇપણ પ્રકારનો બદલાવ કરશે નહીં અને મૌદ્રિક વલણને ઉદાર રાખશે. તેનાથી વિકાસને પ્રોત્સાહન આપવા માટે જરૂરી મૌદ્રિક ઉપાય કરવામાં આવશે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ રજુ થયા બાદ એમપીસીની આ પ્રથમ બેઠક છે. આ વાતની આશા વ્યકત કરવામાં આવી રહી છે કે પાંચ ફેબ્રુઆરીએ ઘોષિત થનારા દ્વિમાસિક નીતિગત દરોમાં એમપીસી બેંચમાર્ક રેપોરેટમાં ઘટાડો થશે નહિ. તેનાથી સિસ્ટમમાં પર્યાપ્ત માત્રામાં લિકિવડિટીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે. તેના ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં રોકાણ વધશે.

આરબીઆઇ ગવર્નર શકિતકાંત દાસની નેતૃત્વવાળી છ સભ્યોની એમપીસીએ વિચાર વિમર્શ શરૂ કરવાના આવ્યા છે. ત્રણ દિવસની બેઠક બાદ એમપીસીના નિર્ણયોની ઘોષણા પાંચ ફેબ્રુઆરીએ થશે.

એમપીસીએ છેલ્લી ત્રણ બેઠકોમાં પ્રમુખ નીતિગત દરોમાં કોઇ પ્રકારનું પરિવર્તન કરવામાં આવ્યું નથી. હાલમાં રેપો રેટ ચાર ટકાના રેકોર્ડ નિમ્ન સ્તર પર છે. રેપોરેટ પર આરબીઆઇ બેંકોને નાના સમયગાળાની લોન આપે છે. બીજી બાજુ રીવર્સ રેપોરેટ ૩.૩૫ ટકા પર છે. તેના દર પર બેંક તેમની પાસે જમા રકમ રિઝર્વ બેંકની પાસે જમા કરાવે છે.

(11:36 am IST)