Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

વિશ્વ કેન્સર દિવસ : વિશ્વમાં કેન્સરના ૧.૯૩ કરોડ કેસ

કેન્સરથી વિશ્વમાં દર મિનિટે થયા છે ૧૭ના મોત

નવી દિલ્હી તા. ૪ : વિશ્વમાં સૌથી જીવલેણ બીમારીમાંથી એક કેન્સર તમામ વૈજ્ઞાનિક ઉપલબ્ધીઓ છતાં આજે પણ દર મિનિટે ૧૭ લોકોના જીવ લઇ રહ્યું છે. આ બીમારીની સારવારમાં જેટલી ગંભીરતાની જરૂર છે એટલી જાગરૂકતા પણ જરૂરી છે.

યુઆઇસીસી છેલ્લા ૮૮ વર્ષોથી વિશ્વના ૭૦ દેશોમાં કેન્સરથી બચાવ માટે અભિયાન ચાલી રહ્યું છે. આ વખતની થીમ 'આઇ એમ એન્ડ આઇ વિલ' છે. દેશમાંથી વિશ્વભરના લોકોને સંદેશ આપવામાં આવી રહ્યો છે કે તમે કોઇ પણ છો તમારો એક નિર્ણય અત્યંત મહત્વનો છે. વિશ્વના દરેક વ્યકિતને કેન્સર મુકત વિશ્વ માટે પ્રતિજ્ઞા લેવી પડશે.

યુઆઇસીસીની સંસ્થા આઇએઆરસી દ્વારા ૧૭ ડિસેમ્બરે ગ્લોબોકૈન ૨૦૨૦ના રીપોર્ટ મુજબ વર્ષ-૨૦૨૦માં વિશ્વભરમાં કેન્સરના અંદાજે ૧.૯૩ કરોડ કેસ સામે આવ્યા છે. જ્યારે એક કરોડના મોત થયા છે. પાંચમાંથી એક વ્યકિતને સંપૂર્ણ જીવનકાળમાં કેન્સર હોવાનો અંદાજ છે.

દેશની મીહલાઓમાં થતાં દરેક પ્રકારના કેન્સરમાંથી ૧૪ ટકા કેસ સ્તન કેન્સરના છે. દેશમાં દર ૪ મિનિટમાં એક મહિલાને સ્તન કેન્સરની પુષ્ટિ થાય છે. શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં સ્તન કેન્સરના કેસ તેજીથી વધી રહ્યા છે.

(11:05 am IST)