Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

કાશ્મીરની મહિલાઓ માટે પ્રેરક આયશા અજીજ: દેશની સૌથી નાની ઉંમરની મહિલા પાયલોટ બની

વર્ષ 2011માં માત્ર 15 વર્ષની ઉંમરમાં લાયસન્સ મેળવી 2017માં એક કોમર્શિયલ પાયલોટ લાઇસન્સ મેળવ્યુ

નવી દિલ્હી : દેશની સૌથી નાની ઉંમરની 25 વર્ષીય મહિલા પાયલોટ આયશા અજીજ કાશ્મીરી મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે. તે તાજેતરમાં દેશની સૌથી નાની ઉંમરની મહિલા પાયલોટ બની છે

આયશા અજીજે વર્ષ 2011માં માત્ર 15 વર્ષની ઉંમરમાં લાયસન્સ મેળવ્યા બાદ સૌથી નાની ઉમરની વિદ્યાર્થીની પાયલોટ બની ગઇ છે અને તેના આવતા વર્ષે રશિયાની સોકોલ એરબેસમાં મિંગ-29 જેટ ઉડાન માટે ટ્રેનિંગ મેળવી હતી. તે બાદ તેણે બોમ્બે ફ્લાઇંગ ક્લબ (BFC)થી વિમાનમાં Aviationમાં ગ્રેજ્યુએશન કર્યુ અને 2017માં એક કોમર્શિયલ પાયલોટ લાઇસન્સ મેળવ્યુ હતું.

અજીજે કહ્યુ કે, કાશ્મીરી મહિલાઓએ ગત કેટલાક વર્ષમાં ઘણી પ્રગતિ કરી છે અને શિક્ષણના ક્ષેત્રમાં અસાધારણ રીતે સારૂ કામ કર્યુ છે, તેમણે કહ્યુ, મારૂ માનવુ છે કે કાશ્મીરી મહિલાઓ વિશેષ કરીને શિક્ષણના ક્ષેત્રમાં સારૂ કામ કરી રહી છે. દરેક બીજી કાશ્મીરી મહિલા માસ્ટર અથવા ડૉક્ટરેટની ડિગ્રી મેળવી રહી છે. ઘાટીના લોકો સારૂ કામ કરી રહ્યા છે

આયશાએ જણાવ્યુ કે આ પ્રોફેશનમાં કોઇની માનસિક સ્થિતિ ઘણી મજબૂત હોવી જોઇએ કારણ કે તમે 200 મુસાફરોને લઇને જશો અને આ એક મોટી જવાબદારી છે. આયશાએ પોતાના માતા-પિતા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને તેમનું સમર્થન કર્યુ અને તેણે પોતાના સપનાને મેળવવામાં સક્ષમ બનાવ્યા હતા. આયશાએ કહ્યુ કે, હું નસીબદાર છું કે તે મારા માતા-પિતા છે, જેમણે મને દરેક વસ્તુમાં સહયોગ આપ્યો છે, તેમના કારણે જ હું અહી ઉભી છું. હું સતત પ્રોફેશનલ અને વ્યક્તિગત સ્તર પર વિકાસની શોધમાં છું, મારા પિતા મારા રોલ મૉડલ છે

(9:32 am IST)