Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

હવે ખેડૂત આંદોલન દિલ્હીની બોર્ડરો કે પંજાબઅને , હરિયાણા પૂરતું જ નથી :ગામે-ગામ સળવળાટ : મહાપંચાયતનું આયોજન

જિંદની મહાપંચાયતમાં ખેડૂતોને દિલ્હી ચલોનું આહ્વાન: રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓ અને ગામડાઓમાં પણ ખેડૂત મહાપંચાયતો થશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન હવે દિલ્હીની સરહદો અથવા હરિયાણા-પંજાબ સુધી જ સીમિત રહી ગયું નથી.બુધવારે હરિયાણાના જિંદ અને રોહતક, ઉત્તરાખંડના રૂડકી અને ઉત્તર પ્રદેશના મથુરામાં ખેડૂતોના મુદ્દાઓને લઈને ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું હતું

આ મહાપંચાયતોમાં મોટી સંખ્યામાં ખેડૂત ભેગા થયા. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જિંદની મહાપંચાયતમાં ખેડૂતોને દિલ્હી ચલોનું આહ્વાન કરવામાં આવ્યું છે.જિંદના કંડેલામાં થેયલી ખેડૂત મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આ ખેડૂત મહાપંચાયતની તસવીરો સોશિયલ મડિયા પર ખુબ જ શેર કરવામાં આવી રહી છે. હરિયાણામાં ગામે-ગામમાં ખેડૂત આંદોલન માટે સમર્થન મેળવવામાં આવી રહ્યો છે.

જ્યારે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પણ ખેડૂત સંગઠન સક્રિય થઈ ગયા છે. અત્યાર સુધી મુજફ્ફરનગર, બાગપત, બિઝનૌર અને મથુરામાં મોટી કિસાન મહાપંચાયત થઈ ચૂકી છે. પશ્ચિમી યૂપી અને હરિયાણાની કિસાન મહાપંચાયતોમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ થઈ રહી છે. આને પણ એક પરિવર્તનના રૂપમાં જોવામાં આવી રહ્યું છે

 

મથુરાના બલદેવમાં થયેલી ખેડૂત મહાપંચાયતમાં રાષ્ટ્રીય લોકદળના સ્થાનિક નેતા પણ સામેલ રહ્યાં. આ પંચાયતમાં 6 ફેબ્રુઆરીએ પ્રસ્તાવિત દેશવ્યાપી ચક્કાજામને સફળ કરાવવાની પણ અપીલ કરી છે.

તો બીજી તરફ રાજસ્થાનના દૌસા જિલ્લાના મીન ભગવાન મંદિર મેંહદીપુર બાલાજીમાં 1 ફેબ્રુઆરીએ થયેલી કિસાન મહાપંચાયતમાં 5 ફેબ્રુઆરીએ એક મોટી મહાપંચાયત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમિયાન પાંચ હજાર ટ્રેક્ટરોની માર્ચ નિકાળવાની જાહેરાત પણ કરી છે.

આ મહાપંચાયતમાં મીણા સમુદાય અને બીજી જાતિના લોકો પણ સામેલ થયા. રાજસ્થાનની મહાપંચાયતમાં ખેડૂતોએ દરેક ઘરમાંથી એક ખેડૂતને દિલ્હીની બોર્ડર પર મોકલવાની જાહેરાત કરી છે. 07 ફેબ્રુઆરીએ શાહજહાંપુર બોર્ડર કૂચ કરવાની જાહેરાત કરી છે. જ્યારે રાજસ્થાનના અન્ય જિલ્લાઓમાં પણ ખેડૂત મહાપંચાયતો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આવનારા દિવસોમાં રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓ અને ગામડાઓમાં પણ ખેડૂત મહાપંચાયતો થવા જઈ રહી છે. આનાથી ખબર પડે છે કે, ખેડૂત આંદોલન હવે યૂપી અને રાજસ્થાનના ગામે-ગામમાં ફેલાઈ રહ્યું છે.

આ મહાપંચાયતોની એક સ્પષ્ટ અસર તે છે કે, હવે મોટી સંખ્યામાં ખેડૂત દિલ્હી કૂચ કરી રહ્યાં છે. ગાજીપુર બોર્ડર પર યૂપીના બુલંદશહેરથી આવેલા ખેડૂત સંજીવ ગુર્જર કહે છે, “યૂપીમાં આ કાયદાઓ વિરૂદ્ધ જાટ-ગૂજર બધા એક થઈ ગયા છે. જ્યાર સુધી કાનૂન પરત લેવામાં આવશે નહીં, ધરણા વધારે મજબૂત થતાં રહેશે.

 

જ્યારે બુલંદશહેરના જ હામિદ અલી કહે છે કે, “આ આંદોલન ધર્મ અને જાતિથી ખુબ જ ઉપર ઉઠી ગયું છે. અહીં કોઈ હિન્દુ અથવા મુસલમાન અથવા જાટ-ગૂજર નથી. બધા ખેડૂત છે. ખેડૂત હવે પોતાનો અવાજ ઉઠાવવાનું શિખી ગયા છે. હવે જ્યાર સુધી માંગોને માનવામાં આવશે નહીં, આ આંદોલન ચાલતો રહેશે.”

સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા હામિદ અલી અનુસાર તેમના ગૃહ જિલ્લામાં આંદોલનને મજબૂત કરવા માટે ગામે-ગામ નાની-નાની પંચાયતો કરી રહ્યાં છે.

મેરઠથી આવેલા ધર્મેન્દ્ર મલિક કહે છે કે, “આ ખેડૂત આંદોલનની હવે ઉત્તર પ્રદેશમાં રાજકીય અસર પણ થશે. પાછલી કેટલીક ચૂંટણીઓમાં જાટોએ ભાજપાને ખુબ જ વોટ આપ્યા હતા. હવે પ્રદર્શનમાં મોટાભાગના જાટ જ સામેલ છે, એવામાં આ લોકો સરકાર વિરૂદ્ધ પણ વોટ આપી શકે છે.”

મલિક કહે છે, “આ આંદોલન ગામે-ગામમાં મજબૂત થઈ ગયું છે. લોકો હવે ખેતી-ખેડૂતોના મુદ્દા પર વાત કરી રહ્યાં છે. ખેડૂતોને લાગી રહ્યું છે કે, તેમની ધરતી માં પર હુમલો થઈ રહ્યો છે, ખેડૂતોને જે સમજવાનું હતું તે સળગી ગયું છે, હવે કાયદો પરત લેવડાવીને જ પાછા હટશે.”

મેરઠના જ ડબ્બૂ પ્રધાન કહે છે, “ઉત્તર પ્રદેશમાં 1987માં બાબા મહેન્દ્ર સિંહ ટિકૈતે કોંગ્રેસની વીર બહાદુર સિંહની સરકાર વિરૂદ્ધ આંદોલન કર્યું હતું. તે પછીથી યૂપીમાં કોંગ્રેસની સરકાર આવી નથી. જો આ આંદોલન વધારે આગળ વધશે તો આનું રાજકીય પ્રભાવ દેખાવવા લાગશે.

ગાજીપુર પ્રદર્શનસ્થળ પર મેરઠથી આવેલા વધુ એક વૃદ્ધ ખેડૂત કહે છે, “આપણે બધા ખેડૂત પુત્ર છીએ. ખેડૂત હવે પોતાના સાથે થઈ રહેલા અન્યાયને સમજી રહ્યો છે. આપણે ખોટી-સાચી વાતોમાં આવી ગયા હતા. પંદર લાખની લાલચમાં ફસાઈ ગયા હતા. પરંતુ હવે બધુ સમજમાં આવી રહ્યું છે. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, હુમલો સીધો ખેડૂત પર થઈ રહ્યો છે.”

(9:29 am IST)