Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

પાકિસ્તાનમાં ચીની કોરોના વાયરસ વેક્સિનથી ફ્રંટલાઈન વર્કર્સ માટે રસીકરણ અભિયાન શરૂ

ચીને સાઈનોફાર્મની બનાવેલી કોરોના વેક્સિનના દસ લાખ ડોઝ પાકિસ્તાનને આપ્યા

ઇસ્લામાબાદ :પાકિસ્તાને ચીનમાં બનેલી કોરોના વાયરસ વેક્સિન સાથે ફ્રંટલાઈન વર્કર્સ માટે રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. સૌથી પહેલા દેશમાં સ્વાસ્થ્યકર્મચારીઓને કોરોનાની રસી આપવામાં આવશે ઈસ્લામાબાદ સહિત દેશના અન્ય ભાગોમાં હોસ્પિટલોના કોરોના વોર્ડમાં કામ કરનારા ડોક્ટરોને આજે કોરોના વેક્સિનનો પ્રથમ ઈન્જેક્શન આપવામાં આવ્યો છે.

ચીને સાઈનોફાર્મની બનાવેલી કોરોના વેક્સિનના દસ લાખ ડોઝ પાકિસ્તાનને આપ્યા છે, જેના સાથે અહીં રસીકરણના અભિયાનની શરૂઆત થઈ ગઈ છે

 

પાકિસ્તાનના યોજના મંત્રી અસદ ઉમરે વેક્સિન માટે ચીનનું ધન્યવાદ કર્યું અને કહ્યું કે, પાકિસ્તાન ચીન પાસેથી વધારે વેક્સિન ખરીદવાનું છે.

અસદ ઉમરે કહ્યું, “હાલમાં અમે ચીનની તે બે કંપનીઓ પાસેથી કોરોનાની વેક્સિન ખરીદવાનો નિર્ણય કર્યો છે, જેમના સાથે અમે પહેલાથી વાતચીત કરી રહ્યાં છીએ. તેમાંથી એક વેક્સિનનું ટ્રાયલ પાકિસ્તાનમાં થયું છે.મોટી માત્રામાં વેક્સિન ખરીદવા માટે અમે પહેલાથી જ બુકિંગ કરી ચૂક્યા છીએ. જેવા જ આ વેક્સિનની ટ્રાયલના પરિણામ આવશે અમે વેક્સિન ખરીદવાનું શરૂ કરી દઈશું.

(12:00 am IST)