Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

' કેન્દ્ર સરકાર અને ટ્વીટર ઇન્ક આમને સામને ' : ત્રણ દિવસમાં બીજી વખત અપાયેલા કેન્દ્ર સરકારના આદેશનો અમલ કરવાનો ટ્વીટર ઇન્કનો ઇન્કાર : હેશટેગ સાથે ટ્વીટ્સ તથા ખેડૂતોના વિરોધને લગતા 257 URL બ્લોક નહીં કરાય : સૂચનાનો અમલ નહીં કરો તો ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદા હેઠળ સાત વર્ષની જેલસજા અને દંડ કરાશે : કેન્દ્ર સરકારની ચીમકી

ન્યુદિલ્હી :  કેન્દ્ર સરકાર અને ટ્વીટર ઇન્ક આમને સામને આવી ગયા છે.જે મુજબ હેશટેગ સાથે ટ્વીટ્સ તથા  ખેડૂતોના વિરોધને લગતા 257 URL બ્લોક કરવા કેન્દ્ર સરકારે ત્રણ દિવસમાં બીજી વખત આપેલા આદેશનો અમલ કરવાનો ટ્વીટર ઈન એ ઇન્કાર કરી દીધો છે.સામે પક્ષે કેન્દ્ર સરકારે પણ સૂચનાનો અમલ નહીં કરો તો ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદા હેઠળ સાત વર્ષની જેલસજા અને દંડ કરાશે તેવી ચીમકી આપી દીધી છે.

કેન્દ્રએ દાવો કર્યો છે કે હેશટેગ અને યુઆરએલ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે . કે જે  દેશમાં જાહેર વ્યવસ્થાની પરિસ્થિતિને અસર કરે છે. તેમજ હિંસાને પ્રોત્સાહન આપે છે.

ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટ્રીએ  2 ફેબ્રુઆરીના રોજ ટ્વીટર ઈન્કને આપેલા આદેશ મુજબ હેશટેગ  જાહેર સલામતી જોખમમાં મૂકે તેવી તથા ગુનાખોરીને પ્રોત્સાહન આપે તેવી  માહિતી ફેલાવી લોકોને  ઉશ્કેરી રહ્યું છે. મીડિયાને લોકોને ગેરમાર્ગે દોરે તેવી માહિતી ફેલાવવાની સ્વતંત્રતા આપી શકાય નહીં.

કેન્દ્ર સરકારે ટ્વીટરને આપેલી નોટિસમાં જણાવાયા મુજબ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69A[3] મુજબ કેન્દ્ર સરકારની સૂચનાનું પાલન કરવામાં ન આવે તો કલમ  69(1) મુજબ સાત વર્ષની જેલ તથા દંડ થઇ શકે છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)