Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

કેરળ હાઇકોર્ટ જજની સલામતીનો સવાલ : આજરોજ બુધવારે ન્યાયધીશ સુશ્રી વી.સિર્શી કોર્ટમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર ઉપર મોટર ઓઇલ ફેકાયું : વિરોધ પ્રદર્શન કરનાર વ્યક્તિની ધરપકડ : 2018 ની સાલમાં રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી બી.કોમ.ની વિદ્યાર્થીની જસના મારિયા જેમ્સ અંગે દાખલ કરાયેલી અરજીના નિકાલમાં વિલંબ જવાબદાર

કેરળ : કેરળના કેન્જીરાપલ્લીથી 2018 ની સાલમાં રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી બી.કોમ.ની વિદ્યાર્થીની  જસના મારિયા જેમ્સ અંગે હેબિયસ કોર્પ્સ એક્ટ હેઠળ અરજી કરાઈ હતી.જેનો હજુ સુધી નિકાલ નહીં થતા ક્રોધે ભરાયેલા એક દેખાવકારે આ અગાઉ પ્લેકાર્ડ દ્વારા વિરોધ વ્યક્ત કર્યો હતો.અને હવે તેણે આજરોજ બુધવારે ન્યાયધીશ સુશ્રી વી.સિર્શી કોર્ટમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર ઉપર મોટર ઓઇલ ફેંકી વિરોધ વ્યક્ત કર્યો હતો.

આ ઘટનાને ધ્યાને લઇ એડવોકેટ જોસેફ રોની જોસને કેરળ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પત્ર લખ્યો છે  જેમાં હાઈકોર્ટની સુરક્ષાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્તકરી છે.તથા હાઇકોર્ટ અને જજની સુરક્ષા માટે સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સ મુકવા માંગણી કરી છે.

પત્રમાં વિશેષમાં જણાવાયા મુજબ હાઇકોર્ટના દરવાજે હાથમાં પ્લેકાર્ડ રાખી જજના આગમનની રાહ જોઈ રહેલ વ્યક્તિની સુરક્ષા કર્મીઓએ ધરપકડ કેમ ન કરી તે અંગે સવાલ ઉઠાવી સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સ મુકવા માંગણી કરી છે.

એડવોકેટે કરેલી માગણીમાં જણાવાયા મુજબ જો આ અંગે યોગ્ય કરવામાં નહીં આવે તો તે સુપ્રીમ કોર્ટ સમક્ષ સવાલ ઉઠાવશે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)