Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ખેડૂત આંદોલન પર વિદેશી હસ્તીઓના ટ્ટીટ પર અમિતભાઈ શાહે કહ્યું- કોઈ પ્રોપેગેન્ડા દેશની એકતાને ઓછી નહીં કરી શકે

કોઈ પણ અભિપ્રાય આપતા પહેલા પૂરી જાણકારી મેળવી લેવી જોઈએ: વિદેશ મંત્રાલય

નવી દિલ્હી: ખેડૂત આંદોલન પર વિદેશી હસ્તીના ટ્વિટ પર ગૃહમંત્રી અમિતભાઈ  શાહે પલટવાર કર્યો છે. તેમણે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવના નિવેદનને ટાંકતા કહ્યું કે, કોઈ પ્રોપગેંડા દેશની એકતાને ઓછી નહીં કરી શકે. અમિતભાઈ  શાહે કહ્યું, કોઈ પ્રોપેગેન્ડા દેશની ઉંચાઈઓ પર જવાથી નહીં રોકી શકે. ભારતની પ્રગતિ માટે બધા એકજૂટ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, પૉપ સિન્ગર રિહાના બાદ ગ્રેટા થનબર્ગ, અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસની ભત્રીજી સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયના અનેક લોકોએ ખેડૂતોના પ્રદર્શનને સમર્થન આપ્યું છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ પ્રદર્શનોને લઈ કેટલાક લોકો પોતાનો એજન્ડા ચલાવી રહ્યાં છે. આ મુદ્દા પર કોઈ પણ અભિપ્રાય આપતા પહેલા પૂરી જાણકારી મેળવી લેવી જોઈએ. વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર જાણકારી વગર કોમેન્ટ કરવાને બેજવાબદાર ગણાવ્યું છે.

(9:27 am IST)