Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

આઇટી કંપની ટાટા કન્સલટન્શી સર્વિસીઝ (ટીસીએસ) ને અમેરિકી કંપનીથી મળ્યો અત્યાર સુધી સૌથી મોટો રિટેલ ઓર્ડરઃ ૧૦ વર્ષ માટે થયો કોન્ટ્રાકટ

           આઇટીકંપની દ્વારા કન્સલટન્સી સર્વિસીઝ (ટીસીએસ)ને અત્યાર સુધીનો સૌથી મોટો રીટેલ ઓર્ડર મળ્યો છે. ટીસીએસને ઓર્ડર અમેરિકાની રીટેલ અને હોલસેલ ફાર્મા કંપની વોલગ્રીન્સ બૂટસ એલાયંસ (ડબલ્યુબીએ) થી . અબજ ડોલર (૧૦૬પ૦ કરોડ રૂપીયા) નો મળ્યો છે. રીટેલ વર્ટિકલમાં ટીસીએસનો સૌથી મોટો ઓર્ડર છે. ડબલ્યુબીએ ટીસીએસ સાથે ૧૦ વર્ષ માટે કોન્ટ્રેકટ કર્યો છે.

            ડબલ્યુબીએના એપ્લીકેશન મેઇન્ટેનન્સ- સ્માર્ટ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને સિકયોરીટી ઓપરેશન્સની જવાબદારી  હવે ટીસીએસની હશે. ટીસીએસના રિટેલ બીઝનેસની વૃદ્ધિ ઝડપથી  વધી રહી છે. મોટા રીટેઇલર્સએ ટેકનોલોજી પર રોકાણ વધાર્યુ છે. જેને કારણે ટીસીએસને ઘણી આશા છે. ટીસીએસ માટે રીટેલ બીજુ મોટું વર્ટીકલ છે. ડબલ્યુબીએ છેલ્લા ૧૦ વર્ષથી  ટીસીએસનુ કલાઇન્ટ છે. ટીસીએસના સીઇઓએ પરિણામ ઘોષિત કરતા કહ્યું હતું કે બોલગ્રીન્સથી રિટેલ સેગમેંટમા સૌથી મોટો કોન્ટ્રાકટ મળ્યો છે.

(10:28 pm IST)