Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

મરાઠી અભિનેતા રમેશ ભાટકરનું કેન્સર ડેના દિવસે કેન્સરથી નિધન: મોડી રાત્રે શિવાજી પાર્ક ખાતે અંતિમ સંસ્કાર કરાયા

છેલ્લા દોઢ વર્ષથી કેન્સર પીડિત હતા :70 વર્ષની વયે હોસ્પિટલમાં અંતિમ શ્વાશ લીધા

 

મુંબઈઃ જાણીતા મરાઠી અભિનેતા રમેશ ભાટકરનું આજે કેન્સર ડેના દિવસે કેન્સરની બિમારીથી દુઃખદ   નિધન થયું છે તેઓ 70 વર્ષના હતા અને છેલ્લા દોઢ વર્ષથી કેન્સરથી પીડિતા હતા.તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા

    જયવંત વાડેકરે જણાવ્યું કે, "તેમણે કેન્સરનો ઘણી હિંમત સાથે સામનો કર્યો હતો. જોકે, છેલ્લા એક મહિનાથી તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. તેમને શરીરમાં ભારે દુઃખાવો થતો હતો અને અમે સૌ તેમની તબિયતથી ચિંતિત હતા. છેલ્લા 15 દિવસથી તેમને આઈસીયુ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા

 મોડી રાત્રે 10.30 કલાકે રમેશ ભાટકરના શિવાજી પાર્ક ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

 રમેશ ભાટકરે ટીવી ધારાવાહિક 'કમાન્ડર' અને 'હેલો ઈન્સ્પેક્ટર' જેવી ધારાવાહિકોમાં કામ કર્યું હતું. તેઓ છેલ્લા 30 વર્ષથી હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય ક્ષેત્રે કાર્યરત હતા.

(11:57 pm IST)